Death Zone/ અમદાવાદના આલ્ફાવન મોલમાં એએમસીનું ચેકિંગઃ ત્રણ ગેમિંગ ઝોન પાસે એનઓસી નહીં

રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગના લીધે અમદાવાદમાં પણ સત્તાધીશોએ સરપ્રાઇઝ ચેકિંગ આરંભ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચેકિંગમાં અમદાવાદના આલ્ફા વન મોલમાં એએમસીના સરપ્રાઇઝ ચેકિંગમાં ત્રણ ગેમિંગ ઝોન પાસે એનઓસી જ નથી. તેને પગલે તેમને નોટિસ આપવામાં આવી છે.

Gujarat Top Stories Ahmedabad Surat Vadodara
Beginners guide to 68 1 અમદાવાદના આલ્ફાવન મોલમાં એએમસીનું ચેકિંગઃ ત્રણ ગેમિંગ ઝોન પાસે એનઓસી નહીં

Ahmedabad News:  રાજકોટ ગેમિંગ ઝોન (Rajkot Gaming Zone Fire) માં લાગેલી આગના લીધે અમદાવાદમાં પણ સત્તાધીશોએ સરપ્રાઇઝ ચેકિંગ આરંભ્યું છે.  સૂત્રોના જણાવ્યા મુજબ ચેકિંગમાં અમદાવાદના આલ્ફા વન મોલ (AlFA One Mall) માં એએમસીના સરપ્રાઇઝ ચેકિંગમાં ત્રણ ગેમિંગ ઝોન પાસે એનઓસી જ નથી. તેને પગલે તેમને નોટિસ આપવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદના ફાયર બ્રિગેડ વિભાગે (Ahmedabad Fire Brigade) સિંધુ ભવનમાં આવેલા ફન બ્લાસ્ટમાં ચેકિંગ કર્યું હતું. તેમા તમામ ફાયર સેફ્ટી નોર્મ્સની ચકાસણી બાદ સંચાલકો જોડે સ્થળ પર રહી ઇલેકટ્રિક વિભાગના અધિકારીઓને બોલાવી તપાસ કરી હતી. તેઓએ ફાયરસેફ્ટી અને ફાયર એનઓસીની પણ ચકાસણી કરી હતી.

રાજકોટના ગેમિંગ વિભાગની ઝાળ રાજ્યના દરેક શહેરોના અગ્નિશામક દળના વિભાગો સુધી પહોંચી ગઈ છે. વડોદરાના અગ્નિ શામન દળના વિભાગે અલગ અલગ વોર્ડમાં આવેલા ગેમિંગ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું છે. વડોદરામાં આવેલા સાત સીઝ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ફાયર વિભાગની ટીમ દ્વારા જુદા-જુદા ફાયરના સાધનોની પણ ચકાસણી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશ્નરના આદેશ મુજબ વડોદરા શહેરના તમામ વિસ્તારમાં આવેલા ગેમિંગ ઝોનની મિકેનિકલ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી, સિવિલ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી, ફાયર એનઓસી, બિલ્ડિંગ ઓક્યુપન્સી સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિસિટી લોડ, કનેકશનની અન્ય બાબતો અંગે નવેસરથી ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોનને બંધ રાખવા જણાવાયું છે.

રાજકોટની ઘટનાએ સુરતના ફાયર બ્રિગેડ વિભાગને પણ એલર્ટ મોડમાં લાવી દીધું છે. રાજકોટના ઘટના બાદ ચીફ ફાયર ઓફિસર દ્વારા બધા અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે સુરતમાં જુદાં-જુદાં 16 જગ્યા પર ગેમિંગ ઝોન આવેલા છે. બધા ગેમ ઝોનમાં જુદી-જુદી ટીમો ફાયરના સાધનો એનઓસીની તપાસ કરશે. તપાસ દરમિયાન ખામી નીકળશે તો તાત્કાલિક ધોરણે ગેમ ઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરતના છ ગેમઝોન પાસે ફાયર એનઓસી નથી.

ભાવનગર ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનોની સઘન ચકાસણી આદરવામાં આવી હતી. બાડા વિસ્તારમાં આવેલા બે ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનનો અભાવ જોવા મળતા બે ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા.  આ માટે મનપાના ચીફ ફાયર ઓફિસરના અધ્યક્ષ પદ હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ