કોરોના/ સુરત કોર્ટમાં પણ કોરોનાનો પગપેસારો

અરજન્ટ સિવાયના કામોથી વકીલ રહેશે અળગા

Gujarat Surat
photo સુરત કોર્ટમાં પણ કોરોનાનો પગપેસારો

સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત કોર્ટમાં પણ કોરોનાનો પગ પેસારો થતા થવા પામ્યો છે. ત્યારે ૫ એપ્રિલ સુધી સુરતમાં વકીલો અરજન્ટ કામ સિવાય કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ વધતા વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે આ ઠરાવ કરવામાં આવ્યો છે.

સુરત શહેર કોરોના સંક્રમણ વધી રહ્યું છે. મનપા દ્વારા રેલ્વે સ્ટેશન તેમજ બસ મથક પર પણ બહારથી આવતા લોકોનું ચેકિંગ હાથ ધર્યું છે. જેથી કોરોના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. સુરતમાં કોર્ટમાં પણ હવે કોરોનાનો પગપેસારો થવા પામ્યો છે. જેમાં ૧૫ વકીલો, ૭ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવવા પામ્યા છે. તેમજ  વિવિધ કોર્ટના ૫  જજ પણ કોરોના સંક્રમિત થતા સુરત વકીલ મંડળ દ્વારા કોર્ટમાં વકીલોએ અરજન્ટ કામોથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.