Not Set/ #Coronavirus/ માોઇક પોંપીયોએ ચીન પર લગાવ્યો આક્ષેપ, જાણી જોઇને છુપાવી કોરોનાની જાણકારી

યુએસનાં વિદેશ સચિવ માઇક પોંપીયોએ કહ્યું છે કે, ચીને ઇરાદાપૂર્વક કોરોના વાયરસની ગંભીરતા છુપાવી છે. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં વહીવટનાં તે દાવાને આગળ ધપાવ્યો હતો કે કોવિડ-19 વાયરસ કેટલો ઘાતક છે તે ચીને વિશ્વથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. વહીવટીતંત્રએ એમ પણ કહ્યું હતું કે ચીને રોગચાળાની તીવ્રતા છુપાવવાની સાથે તબીબી પુરવઠાનાં ઢગલા એકઠા કર્યા હતા. […]

World
d0998f5b8759ed9d7300941bcffd8f40 #Coronavirus/ માોઇક પોંપીયોએ ચીન પર લગાવ્યો આક્ષેપ, જાણી જોઇને છુપાવી કોરોનાની જાણકારી

યુએસનાં વિદેશ સચિવ માઇક પોંપીયોએ કહ્યું છે કે, ચીને ઇરાદાપૂર્વક કોરોના વાયરસની ગંભીરતા છુપાવી છે. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં વહીવટનાં તે દાવાને આગળ ધપાવ્યો હતો કે કોવિડ-19 વાયરસ કેટલો ઘાતક છે તે ચીને વિશ્વથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. વહીવટીતંત્રએ એમ પણ કહ્યું હતું કે ચીને રોગચાળાની તીવ્રતા છુપાવવાની સાથે તબીબી પુરવઠાનાં ઢગલા એકઠા કર્યા હતા.

પોંપીયોએ રવિવારે એબીસી ન્યૂઝ ધ વીકપર એક મુલાકાતમાં આ વાત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે જાન્યુઆરીની શરૂઆતમાં ચીને ઇરાદાપૂર્વક તબીબી પુરવઠા એકઠા કર્યા અને કોવિડ-19 ની ગંભીરતા છુપાવી? આ અંગે તેમણે કહ્યું, ‘તમે સાચું કહ્યું છે. અમે પુષ્ટિ કરી શકીએ છે કે ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટીએ એ સુનિશ્ચિત કરવા માટે બધુ કર્યું છે કે વિશ્વને યોગ્ય સમયે ખબર ન પડે કે શું થઈ રહ્યું છે.‘  પોંપીયોએ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ચીનને સજા કરવાની ટ્રમ્પ પ્રશાસનની યોજના આગળ ધપાવાઈ રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ અનેક મોરચે ચીનને રોગચાળાની સજા આપવાની તૈયારી કરી રહ્યા છે.

માનવામાં આવે છે કે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે વધુ કડવાહશ આવી શકે છે. સીએનએનએ ટ્રમ્પ વહીવટી સૂત્રોનાં હવાલાથી જણાવ્યું છે કે, પ્રતિબંધોથી માંડીને યુએસ દેવા ની જવાબદારી અને નવી વેપાર નીતિઓ નિર્ધારિત કરવાના અનેક વિકલ્પો વિચારણા હેઠળ છે. જો સૂત્રોની વાત માનીએ તો અમેરિકા ચીન અને અન્ય દેશોને સંદેશ આપવા માંગે છે કે તેમને તેમની જવાબદારીઓ સમજવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.