Not Set/ સાંસદ મોહન કુંડારિયાનો પરિવાર કોરોના સંક્રમિત, પરિવારના કુલ ૩૧ સભ્યો કોરોનાગ્રસ્ત

સાંસદ મોહન કુંડારિયાની તો તેમના પરિવારમાં કુલ ૩૫ વ્યક્તિઓ છે. જેમાંથી ૩૧ વ્યક્તિઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. એક સાથે આખો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યો છે.

Rajkot Gujarat Trending
mohan kundariya સાંસદ મોહન કુંડારિયાનો પરિવાર કોરોના સંક્રમિત, પરિવારના કુલ ૩૧ સભ્યો કોરોનાગ્રસ્ત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો અજગરી ભરડો જોવા મળી રહ્યોછે. નેતા હોય કે અભિનેતા કે પછી સામાન્ય જનતા કોરોના એક પછી એક બધાને પોતાના લપેટા માં લઇ રહ્યોછે. ત્યારે રાજકોટ થી એક આશ્ચર્ય જનક સમાચાર આવી રહ્યા છે. એક જ પરિવારના ૩૧ લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જેમાં થી ૯ અઈશોલેશન માં છે.  અને એ પણ ગુજરાત ભાજપના દિગ્ગજ સંસદના પરિવાર માંથી જ આ કિસ્સો સામે આવ્યો છે.

વાત કરીએ સાંસદ મોહન કુંડારિયાની તો તેમના પરિવારમાં કુલ ૩૫ વ્યક્તિઓ છે. જેમાંથી ૩૧ વ્યક્તિઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. એક સાથે આખો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યો છે. ઘરના બધા સભ્યો કોરોના સંક્રમિત બનતા તમામ સભ્યો હાલમાં સારવાર હેઠળ છે. જેમાં મોહન કુંડારિયાના પત્ની સહીત 9 સભ્યો આઇસોલેશનમાં છે. સાંસદ મોહન કુંડારિયાને અગાઉ કોરોના થયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત રોજ 10,340 નવા કેસ સામે આવ્યા છે. તો 110 લોકોના મોત નિપજ્યા છે. અને 3,981 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,37,545 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.