Not Set/ વડોદરા/  કોર્પોરેટ હાઉસમાં ભડકી ભીષણ આગ, 3 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

3 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક કંપનીની ઓફિસમાં વિકરાળ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ કંપની ન્યુમ રેટર કંપની હોવાનું જાણાવા મળ્યું છે. મહત્વનું છે કે,  આ ભીષણ આગને પગલે ચારેબાજુ ધુમાડાના ગોટે ગોટા ઉડતા હતા. જેને કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી હતી. તેમજ ટ્રાફિક […]

Gujarat Vadodara
dalsukh prajapati 3 વડોદરા/  કોર્પોરેટ હાઉસમાં ભડકી ભીષણ આગ, 3 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

3 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક કંપનીની ઓફિસમાં વિકરાળ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ કંપની ન્યુમ રેટર કંપની હોવાનું જાણાવા મળ્યું છે. મહત્વનું છે કે,  આ ભીષણ આગને પગલે ચારેબાજુ ધુમાડાના ગોટે ગોટા ઉડતા હતા. જેને કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી હતી. તેમજ ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો.

વડોદરાના કારેલીબાગમાં સોફટવેર બનાવતી નૂમરેટર નામની કંપનીના ત્રીજા માળે આગ લાગી હતી. આ આજ્ઞા કોલને ફાયર વિભાગ દ્વારા બ્રિગેડિયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયરફાઈટરે ઘટનાસ્થળે જઈને આગ બુઝાવવાની કોશિશ શરૂ કરી. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ડ ટી સર્કલ પાસે આ ઘટના બની છે.  અગમ્ય કારણસર આગ લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.