કોવિડ રસી/ આ લક્ષણો સૂચવે છે કે કોરોના રસી શરીરમાં કાર્યરત છે કે નહી

રસીકરણ એ કોરોના વાયરસને રોકવાનો સૌથી અસરકારક ઉપાય છે.  જો કે, કેટલાક લોકો તેની સંભવિત આડઅસરોથી ગભરાય છે.

Health & Fitness
vaccine 6 આ લક્ષણો સૂચવે છે કે કોરોના રસી શરીરમાં કાર્યરત છે કે નહી

રસીકરણ એ કોરોના વાયરસને રોકવાનો સૌથી અસરકારક ઉપાય છે.  જો કે, કેટલાક લોકો તેની સંભવિત આડઅસરોથી ગભરાય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે રસીની આડઅસરથી ગભરાવાની જરૂર નથી. ખરેખર આ આડઅસર સૂચવે છે કે રસી શરીરમાં તેનું કામ કરી રહી છે.

COVID Vaccine 5

અમેરિકન ન્યુઝ ચેનલ એમએસએનબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં યુએસ રોગચાળાના નિષ્ણાત અને ચીફ મેડિકલ એડવાઈઝર એન્થોની ફાઉચીએ કહ્યું હતું કે, ‘હાથમાં આપવામાં આવતી રસી તબક્કાવાર રીતે પ્રતિક્રિયા આપે છે. કેટલીકવાર બીજી માત્રા પછી થોડી પીડા અનુભવાય છે અને ક્યારેક  ઠંડી પણ લાગી શકે છે. આનો અર્થ એ કે હવે તમારી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધી છે.

COVID Vaccine 4

આ રસી રોગપ્રતિકારક શક્તિને COVID-19 સ્પાઇક પ્રોટીનને ઓળખવામાં અને તેની સામે એન્ટિબોડીઝ બનાવવામાં મદદ કરે છે. એન્ટિબોડીઝ , આ પ્રોટીન વાયરસને ઝડપથી વધતા અને રોગ ફેલાવવાથી રોકે છે. કેટલાક લોકો આ પ્રક્રિયામાં આડઅસર અનુભવી શકે છે. સીડીસીના જણાવ્યા અનુસાર, કોરોના રસીની સૌથી સામાન્ય આડઅસર એ ઈન્જેક્શન મુકાવેલી જગ્યા પર લાલાશ, પીડા અને સોજો, થાક, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, તાવ, શરદી અને ઉબકા છે. જો કે કોઈ આડઅસર અનુભવાતી નથી, તેનો અર્થ એ નથી કે રસી અસરકારક નથી.

COVID Vaccine 3

ફાઉચીએ જણાવ્યું હતું કે તેમને રસીનો બીજો ડોઝ લીધા પછી થાક, શરીરમાં દુખાવો અને ઠંડીનો અનુભવ પણ થયો હતો, પરંતુ લક્ષણો એક દિવસ પછી જતા રહ્યા. કેટલાક લોકો રસી લીધા પછી ઘણી આડઅસર અનુભવે છે. આવું થાય છે કારણ કે પ્રથમ ડોઝ પછી, રોગપ્રતિકારક શક્તિ વાયરસની તપાસ કરે છે અને બીજી માત્રા મેળવ્યા પછી તે તેના પર ઝડપથી કામ કરે છે. આને કારણે, શરીરનું તાપમાન વધે છે અને તાવ, થાક અથવા પીડા અનુભવાય છે.

कोरोना की वैक्सी

ઘણા લોકોને રસીની જગ્યા એ લાલ ફોલ્લીઓ થાય છે. આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે તેમાં ગભરાટ જેવી કોઈ વસ્તુ નથી. હકીકતમાં, આ એક સંકેત છે કે રસી યોગ્ય દિશામાં કામ કરી રહી છે. આ સૂચવે છે કે અમને સખત પ્રતિરક્ષા મળી રહી છે. આનો અર્થ એ કે રોગપ્રતિકારક શક્તિ એ માન્યતા આપી રહી છે કે તમને રસી આપવામાં આવી છે.

COVID Vaccine 2

જો તમે રસી લીધા પછી તાવ અથવા થાક જેવી આડઅસર અનુભવી રહ્યા છો, તો આ કિસ્સામાં સીડીસી પુષ્કળ પ્રવાહી અને આરામ લેવાની ભલામણ કરે છે. જો રસીની બાજુમાં સોજો આવે છે, તો તે જગ્યાએ ઠંડા પાણીના પોતા અથવા બરફ ઘસી શકો છો.

COVID Vaccine

તમે તમારા દૈનિક કાર્ય આરામથી કરીશકો છો.  તમે તમારી જાતને કોરોના ચેપ લગાડતા રોકી શકો અને ફેલાવા થી પણ બચી શકો છે. માસ્ક યોગ્ય રીતે પહેરો, જો તમને કોઈ લક્ષણો દેખાય તો ભીડભરેલી જગ્યાએ જવાનું ટાળો, સામાજિક અંતરનું પાલન કરો, તમારા હાથ ધોઈ નાખો અને જ્યારે તે એકદમ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો.