ગુજરાત/ ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનમાં ભ્રષ્ટ અધિકારીઓની બોલબાલા, રોકાણકારોના પ્રોજેક્ટ મળતિયાઓના ખોળામાં

ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળ્યો. ગુજરાતના પ્રવાસન સ્થળોને વિકસિત કરવામાં આવ્યા હોવા છતાં પ્રવાસીઓનો ઘસારો ઘટયો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 25T125321.466 ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનમાં ભ્રષ્ટ અધિકારીઓની બોલબાલા, રોકાણકારોના પ્રોજેક્ટ મળતિયાઓના ખોળામાં

ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળ્યો. ગુજરાતના પ્રવાસન સ્થળોને વિકસિત કરવામાં આવ્યા હોવા છતાં પ્રવાસીઓનો ઘસારો ઘટયો છે. પ્રવાસન સ્થળોનું આકર્ષણ વધારવા રોકાણકારો દ્વારા નવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ લાભ લેવા પોતાના મળતિયાને આ પ્રોજેક્ટ પધરાવી દે છે. જેના કારણે હલકી ગુણવત્તાના મશીનનો ઉપયોગ થતા મોટું નુકસાન થાય છે જેનું ઠીકરું આખરે તંત્રના માથે ફોડવામાં આવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટિના ભ્રષ્ટ અધિકારી ફસાયા વિવાદમાં

કેવડિયામાં સરદાર પટેલની યાદમાં મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. આ સ્થાન સ્ટેચ્યુ ઓફ યુનિટિ તરીકે વધુ પ્રખ્યાત થયું. સ્ટેચ્યુ ઓફ યુનિટિ દેશ ઉપરાંત વિદેશીઓ માટે પણ આર્કષણનું કેન્દ્ર રહ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટિની CEO નિલેશ દુબેએ આદિવાસી સમાજ પ્રત્યે ટિપ્પણી કરતાં તેમને પદ પરથી દૂર કરવા કેવિડયામાં આંદોલન છેડાયું હતું. આ મામલે ધારાસભ્ય ગણવપત વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી પત્ર લખી શિક્ષાત્મક કાર્યવાહીની માંગ કરી હતી. વિવાદ વધતા નિલેશ દુબેને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના જનરલ મેનેજર બનાવી દેવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે નિલેશ દુબે અન્ય એક આરોપનો સામનો કરી રહ્યા છે. તેમના પર આરોપ છે કે તેઓ રોકાણકારોના પ્રોજેક્ટ તેમના મળતિયાઓને આપી દે છે. જો આ પ્રકારે જ ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનમાં ભ્રષ્ટ અધિકારીઓની નિમણૂંક થશે તો પ્રવાસનને ક્યાંથી વેગ મળશે?

ટૂરિઝમ કોર્પોરેશનમાં ધાંધિયા

ટૂરિઝમ કોર્પોરેશનમાં ધાંધિયા થતા હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રવાસન સ્થળોને વધુ આર્કષક બનાવવા રોકાણકારોને ઇન્વેસ્ટ કરવા અપીલ કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ ઇન્વેસ્ટરોની ફાઈલો દબાવી રાખી તેમને ધક્કા ખવડાવે છે. અને બીજી તરફ અધિકારી પોતાના મળતિયાને તે જ થીમ પરનો પ્રોજેક્ટ આપી ગોઠવણ પાડી ટેન્ડરની રાતોરાત ફાઈલ પાસ કરાવી દે છે. તેમજ બિલો પાસ કરાવા પ્રવાસનને વેગ આપવાના નામે ઇવેન્ટની ગોઠવણ કરાય છે. ભ્રષ્ટ અધિકારીઓ લાભ લેવા મળતિયાઓને લાભ કરાવે છે જેના કારણે વાસ્તવિક રોકાણકારોને મોટું નુકસાન થાય છે.

મહાનાયકના પ્રયાસ છતાં બોલીવુડ છે દૂર

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ એડને પગલે ગુજરાત પ્રવાસનને વેગ મળ્યો હતો. રાજ્યમાં સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકા મંદિર જેવા મહત્વના આર્કષક સ્થાનો છે. તેમજ ખાસ કરીને રાજ્યના કચ્છ જેવા પ્રદેશ જ્યાં સૌથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. કચ્છમાં સફેદ રણ, ધોળો ડુંગર અને આશાપુરા માતાજીનું મંદિર પ્રવાસીઓ માટેનું ખાસ આકર્ષણ છે. આ ઉપરાંત હાલમાં કેવિડયાના સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં સૌથી વધુ લોકોએ મુલાકાત લઈ રહ્યા છે. છતાં રાજ્યમાં મોઢેરા સૂર્ય મંદિર, અડાલજની વાવ જેવા પ્રસિદ્ધ સ્થાનોને વધુ વિકસાવવા પ્રયાસ હાથ ધરાયા છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના કારણે આવા સ્થાનો પર વિકાસના કાર્યોમાં મીડું જોવા મળ્યું. રાજ્યમાં સોમનાથ, દ્વારકા અને કચ્છના સફેદ રણ જેવા પ્રસિદ્ધ સ્થાનોની વિદેશીઓ મુલાકાત લેતા હોવા છતાં છેલ્લા ઘણા સમયથી બોલીવુડની કોઈપણ ફિલ્મનું શૂટિંગ થયું નથી. કોર્પોરેશનમાં ભ્રષ્ટ અધિકારીઓની બોલબાલા હોય તો પછી ક્યાંથી ગુજરાત પ્રવાસનને વેગ મળે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ