Not Set/ વાંચો કેવી રીતે ગૂગલ ટ્રાન્સલેટે વાચા આપી આ કપલના પ્રેમને

ટેકનોલોજી એ આપણા રોજના જીવનમાં ઘણી કામમાં આવે છે. ક્યારેક આ ટેકનોલોજીની મદદથી જીવનની સૌથી મોટી ગીફ્ટ મળી જાય છે. ગૂગલે એક કપલને ભેગા કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. ક્લોઇ સ્મિથ ઇંગ્લેન્ડમાં રહે છે જયરે તેનો બોયફ્રેન્ડ ડેનિયલ મૈરીસકો ઇટલીમાં રહે છે.આ બંનેની પહેલી મુલાકાત ઇબીસાના નાઈટક્લબમાં થઇ હતી. બંને એકબીજાને પહ્લેઈ મુલાકાતમાં જ […]

Top Stories World Trending
love વાંચો કેવી રીતે ગૂગલ ટ્રાન્સલેટે વાચા આપી આ કપલના પ્રેમને

ટેકનોલોજી એ આપણા રોજના જીવનમાં ઘણી કામમાં આવે છે. ક્યારેક આ ટેકનોલોજીની મદદથી જીવનની સૌથી મોટી ગીફ્ટ મળી જાય છે. ગૂગલે એક કપલને ભેગા કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે.

ક્લોઇ સ્મિથ ઇંગ્લેન્ડમાં રહે છે જયરે તેનો બોયફ્રેન્ડ ડેનિયલ મૈરીસકો ઇટલીમાં રહે છે.આ બંનેની પહેલી મુલાકાત ઇબીસાના નાઈટક્લબમાં થઇ હતી. બંને એકબીજાને પહ્લેઈ મુલાકાતમાં જ દિલ દઈ બેઠા હતા. પરંતુ તે બંને વચ્ચે એક સમસ્યા હતી તો તે હતી ભાષાની. છોકરાને માત્ર અંગ્રેજી આવડતુ હતું જયારે છોકરીને ઇટાલિયન આવડતું હતું.

બંને એકબીજાની ભાષા નહતા સમજી શકતા હતા. પરંતુ આજે ૨ વર્ષથી આ બંને કપલ સાથે છે અને તેનો શ્રેય જાય છે ગૂગલ ટ્રાન્સલેટને.

હાલ તેઓ લંડનમાં રહી રહ્યા છે અને એકબીજાની ભાષા સમજી શીખી રહ્યા છે. અત્યાર સુધી એકબીજા સ્તાહે તેઓ ગૂગલ ટ્રાન્સલેટની મદદથી વાત કરતા આવ્યા છે.

સ્મિથે કહ્યું હતું કે ડેનિયલમાં કઈક એવી ખાસ વાત છે. એ વાત સાચી છે કે અમે એકબીજાની બહ્ષા નથી જાણતા પરંતુ તેનાથી અમને કોઈ ફર્ક નથી પડતો.મને ખબર છે કે તે મારી ભાષા શીખી લેશે.

વધુમાં તેણે કહ્યું હતું કે અમે ટ્રાન્સલેટનો ઉપયોગ ઓછો કરીએ છીએ જયારે સમય એકબીજા સાથે વધારે વિતાવીએ છીએ. ડેનિયલને જયારે કોઈ અંગ્રેજી શબ્દ ખબર ન પડે ત્યારે તે ગૂગલની મદદ લઇ લે છે.