Not Set/ Covid-19 નર્સિંગ હોસ્પિટલ બહાર આવેલ કચરાપેટીમાંથી રોજગારી શોધવા મજબુર દંપતી

કોરોના ના આ કપરા કહેર કરતા “પેટનો ખાડો પુરવા” માટે રોજગારીની આશાઓ સાથે શહેરમાં ઠેરઠેર ભટકીને કચરા માંથી ચીજ વસ્તુઓ એકત્ર કરનાર એક ગરીબ દંપતી Covid-19 નર્સિંગ હોસ્પિટલની બહાર મુકવામાં આવેલ ડસ્ટબીન કન્ટેનર માંથી બે પૈસા રોજગારી આપે એવી ચીજવસ્તુઓ એકત્ર કરવાની આ મજબુરીઓમાં મહિલા તો કન્ટેનરની અંદર જઈને ચીજવસ્તુઓ એકત્ર કરીને પાસે રહેલા થેલામાં ભરી રહ્યા છે

Top Stories Gujarat Trending
gargle 7 Covid-19 નર્સિંગ હોસ્પિટલ બહાર આવેલ કચરાપેટીમાંથી રોજગારી શોધવા મજબુર દંપતી

કોરોનાના આ કપરા દિવસોમાં સરકાર ભલે ગરીબો પ્રત્યે સંવેદનશીલ હોવાના દાવાઓ કરે પરંતુ આજે આપને એક એવા દંપતીની વાત કરીશું જે કોરોનાના ભયને બાજુએ મૂકી પેટનો ખાડો પૂર્વ માટે કોરોના હોસ્પીટલની બાહર આવેલી કચરાપેટીમાં પોતાની રોજગારી શોધવા માટે મજબુર બન્યું છે….કદાચ આ દંપતીને કોરોના કરતા ભૂખનો દર વધુ સતાવી રહ્યોછે. અને કેમ નાં હોય ? ગોધરા ખાતે Covid-19 નર્સિંગ હોસ્પિટલ બહાર મુકવામાં આવેલ કચરાપેટી માંથી રોજગારી શોધવા મજબુર દંપતીને કોરોનાના ભય કરતા ભૂખ્યા પેટનો ભય વધુ સતાવતો હશે.

bhukh Covid-19 નર્સિંગ હોસ્પિટલ બહાર આવેલ કચરાપેટીમાંથી રોજગારી શોધવા મજબુર દંપતી

કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારી એ ભલભલા દેશોની ઉંઘ હરામ કરી દીધી છે એમા કોરોના સંક્રમણના વાયરસથી સુરક્ષિત રહેવા માટે સોશિયલ ડિસ્ટનન્સ અને ફરજીયાત માસ્ક પહેરવા માટે ગુજરાત સરકારના જાહેરનામાના અમલ માટે વહીવટી તંત્ર પણ સખ્ત દેખાઈ રહ્યું છે. કોરોના સંક્રમણની આ મહામારી ના કપરા દિવસોમાં રોજગારીઓ ગુમાવનારા ગરીબો પ્રત્યે રાજ્ય સરકાર સંવેદનશીલ હોવાના દાવાઓ સામે ગરીબી કેટલી લાચાર છે અને “પેટ કરાવે વેઠ” ની એક અનુભવી કહેવત પ્રમાણે ગરીબોને કોરોના વાયરસના સંક્રમણના ડર કરતા આજે કેવી રીતે કમાણી કરીશું અને સાંજ પડે ઘરનો ચૂલો સળગાવીને શુ બનાવીને આપણા પરિવારના સદસ્યોનો પેટનો ખાડો કેવી રીતે ભરીશું? ચોવીસ કલાક સતત સતાવતી ગરીબોની આ વેદનાઓને વ્યક્ત કરતા આંખે દેખાયેલા આ દ્રશ્યો ગોધરા શહેરના હાર્દસમા જાહેર માર્ગ ઉપર આવેલી Covid-19 સરકારી નર્સિંગ હોસ્પિટલ બહાર નગર પાલિકા તંત્ર દ્વારા મુકવામાં આવેલ ડસ્ટબીન કન્ટેનરમાં જે કચરો નાખવામાં આવે છે આ કચરામાંથી એક ગરીબ દંપતી રોજગારી શોધવા માટે આ કચરાપેટી માંથી બે પૈસાની આવક મળે એવી ઉપજ વસ્તુઓ શોધી શોધીને જે પ્રમાણે એકત્ર કરી રહ્યું છે આ મજબુરી ગરીબોની લાચારીઓની વાસ્તવિકતાઓ દેખાડી રહ્યા છે.

ગોધરા સ્થિત Covid-19 નર્સિંગ હોસ્પિટલ બહાર પાલિકા તંત્ર દ્વારા મુકવામાં આવેલ ડસ્ટબીનના આ કન્ટેનરમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રહેતા સ્વજનો અને હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ વિગેરે દ્વારા ફેંકવામાં આવેલ કચરો કે જે કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે, અને આ ડસ્ટબીન કન્ટેનરની આગળ પોલીસ તંત્રએ બેરીકેડની આડશ પણ એટલા માટે કરી હશે કે કોરોના વાયરસના સંક્રમણના ભયમાં કોઈ જાણે અજાણે એ ડસ્ટબીન પાસે જઈ ના શકે !! પરંતુ કોરોના ના આ કપરા કહેર કરતા “પેટનો ખાડો પુરવા” માટે રોજગારીની આશાઓ સાથે શહેરમાં ઠેરઠેર ભટકીને કચરા માંથી ચીજ વસ્તુઓ એકત્ર કરનાર એક ગરીબ દંપતી Covid-19 નર્સિંગ હોસ્પિટલની બહાર મુકવામાં આવેલ ડસ્ટબીન કન્ટેનર માંથી બે પૈસા રોજગારી આપે એવી ચીજવસ્તુઓ એકત્ર કરવાની આ મજબુરીઓમાં મહિલા તો કન્ટેનરની અંદર જઈને ચીજવસ્તુઓ એકત્ર કરીને પાસે રહેલા થેલામાં ભરી રહ્યા છે.!!