Not Set/ આસારામ-નારાયણ સાઈ વિરુદ્ધ કોર્ટ કેસ, સાક્ષીઓએ આપી ગવાહી

આસારામને તેના ચુસ્ત અનુયાયીની નાના પુત્રી પર બળાત્કાર કરવા બદલ જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય પણ આસારામની મુશ્કેલીઓ હાલ વધી રહી છે. સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ રેપ કેસમાં શનિવારે સાક્ષીઓએ ગવાહી આપી હતી. આપને જણાવી દઈએ કે આ કેસમાં નારાયણ સાઈ જેલમાં છે. ભોગ બનેલી […]

Top Stories Gujarat India
e7cb1a144fb0f00500feb2e91782c0b3 આસારામ-નારાયણ સાઈ વિરુદ્ધ કોર્ટ કેસ, સાક્ષીઓએ આપી ગવાહી

આસારામને તેના ચુસ્ત અનુયાયીની નાના પુત્રી પર બળાત્કાર કરવા બદલ જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય પણ આસારામની મુશ્કેલીઓ હાલ વધી રહી છે. સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ રેપ કેસમાં શનિવારે સાક્ષીઓએ ગવાહી આપી હતી.

આપને જણાવી દઈએ કે આ કેસમાં નારાયણ સાઈ જેલમાં છે. ભોગ બનેલી સુરત નિવાસી બે બહેનોનથી મોટી બહેન એ આસારામ પર વર્ષ 1997 થી 2006 વચ્ચે અમદાવાદના મોટેરા સ્થીત આશ્રમમાં રેપ થયા હોવાનો આરોપ લગાવ્યો છે. જયારે નાની બહેને આ જ આરોપ આસારામના પુત્ર નારાયણ સાઈ પર લગાવ્યો છે.

જોધપુર જેલમાં, આસારામે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગરના કોર્ટમાં સુનાવણીમાં ભાગ લીધો હતો. જોકે, સુનાવણી પછી આસારામના વકીલ આર.સી. કોડેકરે કઈ પણ જણાવવાની માની કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે નીચલી અદાલતની કાર્યવાહી બંધ કરી દીધી હોવાથી, અમે કાયદેસર કોઈ માહિતી આપી શકતા નથી. આગામી સુનાવણી 14 મી મેના રોજ થશે.

આ કેસમાં આસારામ અને નારાયણ સાઈ સામે અત્યાર સુધીમાં બે ડઝન સાક્ષીઓએ કોર્ટમાં પોતાનો નિવેદનો દાખલ કર્યા છે અને અન્યોએ હજી સુધી તેમના નિવેદનો દાખલ કર્યા નથી. સુરક્ષાનાં કારણોસર કોર્ટની કાર્યવાહી કેમેરા પર કેદ કરવામાં આવી હતી.

આસારામ અને તેના પુત્ર જેલમાં બંધ હોવા છતાં 9 સાક્ષીઓ પર જીવલેણ હુમલાઓ થઈ ચુક્યા છે, જેમાં આસારામના અનુયાયીઓએ 3 સાક્ષીઓને મારી નાખ્યા છે. માર્ચ 2016 માં આસારામ સામે બળાત્કારના આરોપો નક્કી કરવામાં આવ્યા હતા અને બાદમાં તેને સુરતથી ગાંધીનગર ખસેડવામાં આવ્યો હતો.

ચાર્જશીટમાં આસારામની પત્ની લક્ષ્મી અને તેમની પુત્રી ભારતીનું નામ પણ સામેલ છે. આ કથિત ગુનાના અમલમાં મદદ કરવા માટે ચાર અન્ય મહિલા નામો પણ સામેલ કરવામાં આવ્યા છે.

જોધપુરની એક ખાસ અદાલતે રાજસ્થાનના તેના આશ્રમમાં નાબાલિક પર બળાત્કારના કેસમાં દોષી હોવાના આરોપમાં 25 એપ્રિલના રોજ આજીવન કેદની સજા ફટકારી હતી.

સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી એપ્રિલમાં દાખલ કરી હતી અને ગુજરાત પોલીસની નબળી તપાસ માટે પણ ગુજરાત પોલીસની સુપ્રીમ કોર્ટે ટીકા કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે કેસનો પુરાવો પાંચ અઠવાડિયામાં રેકોર્ડ કરવો જોઇએ. સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી પહેલા ઘણી વખત નકારી કાઢી છે.