મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના/ આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, જામીન રદ કરવાનો કર્યો ઇનકાર

ગુજરાત હાઈકોર્ટે આ આરોપીના જામીન મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસોમાં બનેલી આ ગમખ્વાર દુર્ઘટનામાં 135 થી વધુ લોકો માર્યા ગયા હતા.

Gujarat Others Trending
Untitled 76 3 આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, જામીન રદ કરવાનો કર્યો ઇનકાર

મોરબીમાં ગયા વર્ષે ઝૂલતો પુલ તૂટી પડ્યો તે દિવસે મુલાકાતીઓને ટિકિટ ઈસ્યુ કરનારા આરોપીને અપાયેલા જામીન રદ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ આરોપીના જામીન મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસોમાં બનેલી આ ગમખ્વાર દુર્ઘટનામાં 135 થી વધુ લોકો માર્યા ગયા હતા.

ચીફ જસ્ટિસ ડીવાય ચંડ્રચૂડ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની પીઠ ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન મોરબી તરફથી હાજર રહેલા વકીલની દલીલથી સહમત થયા નહતા કે હાઇકોર્ટે ખોટી રીતે આરોપીને જામીન આપ્યા છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયાને 9મી જૂને મંજૂર કરાયેલા જામીનને રદ કરવા માટેની અરજીને ફગાવી દેતાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું, “તે માત્ર ટિકિટો વેચતો હતો.” બેન્ચે તેના આદેશમાં કહ્યું, “અમે બંધારણની કલમ 136 હેઠળ સ્પેશિયલ લીવ પિટિશનો પર વિચારણા કરવા ઈચ્છુક નથી.” તદનુસાર સ્પેશિયલ લીવ પિટિશનોને ફગાવી દેવામાં આવે છે.

સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે મોરબી ઝૂલતો બ્રિજ તૂટી પડવાની ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી હતી અને ગુજરાત હાઈકોર્ટને સમયાંતરે પીડિતોના પુનર્વસન અને સન્માનજનક વળતરની ચુકવણી સહિતના અન્ય પાસાઓની તપાસ અને દેખરેખ રાખવા જણાવ્યું હતું.

મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

આ પણ વાંચો:દરિયાકાંઠાના ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, જાણો શું આપી સહાય

આ પણ વાંચો:રાજકોટ જંકશન રેલવે પ્લેટફોર્મ પર ચોરને પકડવા ગયેલા હેડ કોન્સ્ટેબલનું ટ્રેનની ઠોકરે કરૂણ મોત

આ પણ વાંચો:તાપી-સોનગઢના ગુણસરા ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની રાજ્ય કક્ષાની થશે ઉજવણી

આ પણ વાંચો:વિદ્યાનાધામમાં ગાંજાની ફેક્ટરી, ગુજરાત યુનિવર્સિટીમાં નશાના છોડ