શુભેચ્છા/ સી.આર.પાટીલને પદભારના 2 વર્ષ પૂર્ણ | 92 ટકા સીટ પર જીત મેળવી | પેજ સમિતિ પર ફોકસ કરી 53 લાખની નોંધ કરાવવામાં રહ્યા સફળ

પ્રદેશ અધ્યક્ષના ઘણા નિર્ણયને રાષ્ટ્રીય સંગઠને પણ આવકાર્યા અને દેશભરમાં અમલી પણ કર્યા છે.

Gujarat Mantavya Exclusive Others
C.R.Patil

બીજેપી (BJP) ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ( C.R.Patil ) પદભાર સંભાળ્યો તેને 2 વર્ષ પૂર્ણ થયા છે. તેના અનેક નિર્ણય એવા છે જેના આધારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ તો વધ્યો પરંતુ પરિણામ પણ એવા મળ્યા જેનાથી હાઈ કમાંડને વિશ્વાસ વધ્યો અને હવે પાર્ટી આગામી ચુંટણી માટે ૧૫૦નાં લક્ષ સાથે આગળ ચાલી રહી છે.

સી.આર.પાટીલ આમ તો મૂળ મરાઠી માનુસ છે પરંતુ તે જન્મથી જ ગુજરાતમાં રહે છે. નવસારી સાંસદ છે. તેને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોપવામાં આવી તેને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે અને આ બે વર્ષમાં ટ્રેક રેકોર્ડ ઘણો સુધર્યો છે.  પટીલ અધ્યક્ષ બન્યા બાદ 8 બેઠક પર પેટા ચુંટણી યોજાઈ હતી. જે બાદ જુનાગઢ મનપાની ચુંટણી યોજાઈ, 6 મહાનગર પાલિકાની ચુંટણી યોજાઈ. એ ઉપરાંત ગાંધીનગર મનપાની ચુંટણી યોજાઈ. નગરપાલિકા અને ગ્રામપંચાયત જીલ્લા પંચાયતની ચુંટણી યોજાઈ. જેમાં ઓવરઓલ વાત કરીએ તો 92 ટકા સીટ પર બીજેપીએ આસાન જીત મેળવી છે અને જીતનો ગ્રાફ ઉંચો લઇ જવામાં પાટીલની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સિવાય સંગઠન લક્ષી કામગીરીની વાત કરીએ તો તેમણે પોતાની લોકસભામાં જે ટેકનીક સાથે જીત મેળવે છે તેને રાજ્યમાં એપ્લાય કર્યું છે. એટલે કે પેજ સમિતિ બનાવવાની કામગીરીનો શ્રેય પાટીલને જાય છે.

પાટીલે રાજ્યમાં કુલ 75 લાખ પેજ સમિતિ સભ્યો બનાવવાનો લક્ષ રાખ્યો જેમાંથી અત્યારે 53 લાખ સભ્યોની નોંધણી થઇ ચુકી છે. આ સિવાયએ તમામને ઘરે ઘરે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકોને મળી રહે તેના માટે કાર્યકર્તાઓને આદેશ આપેલો છે. પાટીલના કાર્યકાળમાં સૌથી મોટો નિર્ણય થયો હોય તો આખે આખી સરકાર બદલી દેવાનો. આખી સરકાર બદલાઈ તમામ મંત્રીઓ નવા નીમવામાં આવ્યા તેમ છતાં કોઈ નારાજગીનો સુર ઉઠ્યો નથી અને સરકાર અને સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહ્યો છે. આમ પાટીલના 2 વર્ષનાં કાર્યકાળમાં અનેક નિર્ણય એવા થયા છે જેનાથી મતદારોને સરકારી યોજનાનો લાભ મળ્યો. ટેકનોલોજીમાં વધારો થયો અને મૂળ સંગઠન કેવી રીતે કામ કરે તેની શીખ કાર્યકર્તાઓને આપી છે. તેના આધારે જ પાટીલે આગામી ચુંટણી જીતવાનો લક્ષ 150 સીટનો રાખ્યો છે.

આ પણ વાંચો : લઘુમતી બહુમતી વાળી સીટ પર બીજેપીએ જીતવા શું એક્શન પ્લાન બનાવ્યો ?