IND vs ENG/ મેદાનમાં ફરી દોડી આવ્યો ક્રિકેટ ફેન Jarvo, બોલિંગ કરતા જોની બેયરસ્ટો સાથે અથડાયો, Video

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ મેદાન પર ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ફરી એકવાર Jarvo મેદાનમાં દોડી આવ્યો હતો, જેનાથી સુરક્ષાકર્મીઓ ડરી ગયા હતા.

Sports
1 83 મેદાનમાં ફરી દોડી આવ્યો ક્રિકેટ ફેન Jarvo, બોલિંગ કરતા જોની બેયરસ્ટો સાથે અથડાયો, Video

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ મેદાન પર ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ફરી એકવાર એવું જ થયું જેનાથી સુરક્ષાકર્મીઓ ડરી ગયા હતા. ક્રિકેટ ચાહક ડેનિયલ જાર્વિસ, જે જારવો 69 તરીકે પ્રખ્યાત છે, સીરીઝમાં ત્રીજી વખત મેદાનમાં દોડી આવ્યો હતો. આ સીરીઝમાં ત્રીજી વખત અને શ્રેણીનું ત્રીજું મેદાન છે જ્યારે સુરક્ષા વ્યવસ્થાની મજાક ઉડાવતો આ ક્રિકેટ ચાહક મેદાનની પીચ સુધી દોડી આવ્યો હતો.

આ પણ વાંચો – શાનદાર પ્રદર્શન! / અંતિમ બેટ્સમેનને આઉટ કરવા, કેપ્ટને તમામ 10 ખેલાડીઓને પિચ પાસે બોલાવી દીધા, Video

આફને જણાવી દઇએ કે, મેદાનમાં અચાનક દોડી આવેલા જારવોની આ વખતે ધરપકડ કરી દેવામાં આવી છે. યોર્કશાયર કાઉન્ટીએ તેના પર આજીવન પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ECB એ કોઈ મજબૂત પગલા લીધા નથી. બીસીસીઆઈનાં એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, હા, જારવો 69 ની દક્ષિણ લંડન પોલીસે ધરપકડ કરી છે. જારવો 69 ભારત-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન સતત ત્રીજી વખત મેદાનમાં ઉતર્યો હતો. ભારતની 69 નંબરની જર્સી પહેરીને આ ક્રિકેટ ચાહક આ પહેલા હેલ્મેટ અને પેડ પહેરીને પીચ પર પહોંચ્યો હતો, વળી આ વખતે જ્યારે ભારતીય ટીમ મેચનાં બીજા દિવસે બોલિંગ કરી રહી હતી ત્યારે તે પીચ સુધી બોલરની જેમ દોડતો જોવા મળ્યો હતો અને સામે ઓલી પોપ બેટિંગ કરી રહ્યો હતો.

આ પણ વાંચો – Cricket / રોયસ્ટોન ચેઝે મેદાનમાં કર્યો ચોક્કા-છક્કાનો વરસાદ, ટીમને અપાવી શાનદાર જીત

જ્યારે તે પીચ તરફ દોડતો આવ્યો, ત્યારે તે બીજા છેડે ઉભેલા ઈંગ્લેન્ડનાં દિગ્ગજ બેટ્સમેન જોની બેયરસ્ટો સાથે અથડાયો હતો. આ દરમિયાન તે પડતા-પડતા રહી ગયો હતો. થોડીક સેકન્ડ બાદ સુરક્ષાકર્મીઓ મેદાનમાં આવ્યા અને તેને બહાર કાઠ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો આ દ્રશ્ય જોયા બાદ ખૂબ જ ગુસ્સે થયા છે. લોકોએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. હવે સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે આ દર્શક વારંવાર મેદાનમાં કેવી રીતે પ્રવેશી રહ્યો છે અને સુરક્ષાકર્મીઓ આવું કેવી રીતે થવા દે છે.

સીરીઝમાં ત્રણ વખત મેદાનમાં પ્રવેશીને અને ખેલાડીઓ વચ્ચે પીચ સુધી પહોંચવાથી ગંભીર સવાલો ઉભા થઇ ગયા છે. ECB માને કે ન માને પણ આ રીતે કોઇ દર્શક મેદાનમાં કોઇ પણ સમયે ઘૂસી જાય છે તે તેમની નબળી સુરક્ષા વ્યવસ્થાને સ્પષ્ટરૂપે બતાવે છે.