પોલિસ ફરિયાદ/ ક્રિકેટર ઇરફાન પઠાણ પર ગેરકાયદેસર સંબંધ રાખવાનો આરોપ

પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ પર અમદાવાદનાં પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એક વડીલ દ્વારા તેની પુત્રવધૂ સાથે ગેરકાયદેસર સંબંધોનો આરોપ મૂક્યો છે. ફરિયાદી પરિવારે આ કેસ અંગેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Top Stories Sports
123 120 ક્રિકેટર ઇરફાન પઠાણ પર ગેરકાયદેસર સંબંધ રાખવાનો આરોપ

પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ પર અમદાવાદનાં પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એક વડીલ દ્વારા તેની પુત્રવધૂ સાથે ગેરકાયદેસર સંબંધોનો આરોપ મૂક્યો છે. ફરિયાદી પરિવારે આ કેસ અંગેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

123 121 ક્રિકેટર ઇરફાન પઠાણ પર ગેરકાયદેસર સંબંધ રાખવાનો આરોપ

IPL 2021 / માઇક હસીને છોડી ઓસ્ટ્રેલિયાનાં અન્ય ખેલાડીઓ માલદીવ રવાના

વૃદ્ધ દંપતીનો આરોપ છે કે, ઇરફાન તેના દીકરાને ધમકાવે છે અને પોતાની પહોંચનો દુરોપયોગ કરી રહ્યો છે. પોલીસે વૃદ્ધ સૈયદ ઇબ્રાહિમ અને તેની પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશન આવીને આત્મહત્યા કરવાની ધમકી આપવાના મામલામાં પોલીસે એફઆઈઆર નોંધી છે. એક સમાચાર મુજબ, અમદાવાદનાં વેજલુપર પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત માહિતી મુજબ, ઇબ્રાહિમભાઇની પુત્રવધૂએ દહેજ પજવણીનાં કેસમાં 11 માર્ચ 2021 નાં ​​રોજ તેના પૂરા પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હજી તપાસ કરી રહી છે. ઇબ્રાહિમભાઇએ જણાવ્યું હતું કે, તેઓને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવી રહ્યા છે અને તેમની પુત્રવધૂનું ચક્કર ઇરફાન સાથે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. ઇબ્રાહીમભાઇનાં પુત્ર સૈયદનાં જણાવ્યા અનુસાર લગ્ન પહેલા ઇરફાન અને તેની પત્ની વચ્ચે ગેરકાયદેસર સંબંધો હતા. તેણે જણાવ્યું હતું કે, તેની પત્ની ઇરફાનની કઝીન હોવાનું લાગી રહ્યું છે અને બંને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. સૈયદે કહ્યું હતું કે ઇરફાન તેની પત્નીને ચોરી છુપે ફરવા પણ લઈ જાય છે અને બંને ઘણી વાર વીડિયો કોલ પર વાતો પણ કરે છે.

123 122 ક્રિકેટર ઇરફાન પઠાણ પર ગેરકાયદેસર સંબંધ રાખવાનો આરોપ

સાથી હાથ બઢાના / કોરોનાકાળમાં દિલ્હીમાં જરૂરિયાતમંદોને નિ:શુલ્ક ભોજન પૂરુ પાડશે આ ગુજરાતી ક્રિકેટર્સ ભાઈઓની જોડી

પોલીસનાં જણાવ્યા મુજબ પુત્રવધૂ દ્વારા દહેજ પજવણીની ફરિયાદ નોંધાવ્યા બાદ ઇબ્રાહીમભાઇ અને તેમનો પરિવાર આ કેસને નબળો બનાવવા માટે યુવતીનાં પાત્ર પર સવાલ ઉઠાવી રહ્યો છે. ઇરફાને આ પરિવારમાં પોતે યુવતીનાં લગ્ન કરાવ્યા હતા. જોકે, આ મામલે હજી સુધી ઇરફાન પઠાણ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. વૃદ્ધ દંપતીએ પોલીસ સ્ટેશનમાં જઇને વીડિયો બનાવીને આપઘાત કરવાની ધમકી આપી હતી, જેના કારણે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

sago str 4 ક્રિકેટર ઇરફાન પઠાણ પર ગેરકાયદેસર સંબંધ રાખવાનો આરોપ