aahmedabad/ અમદાવાદ આવેલ જાનૈયાઓ ફૂડ પોઈઝનિંગના થયા શિકાર, રાજપીપળા પરત ફરતા તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા દાખલ

અમદાવાદમાં લગ્ન પ્રસંગનો જમણવાર જાનૈયાઓને ભારે પડ્યો. લગ્નપ્રસંગમાં જમણવાર બાદ પરત જઈ રહેલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 13T134214.310 અમદાવાદ આવેલ જાનૈયાઓ ફૂડ પોઈઝનિંગના થયા શિકાર, રાજપીપળા પરત ફરતા તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા દાખલ

અમદાવાદમાં લગ્ન પ્રસંગનો જમણવાર જાનૈયાઓને ભારે પડ્યો. લગ્નપ્રસંગમાં જમણવાર બાદ પરત જઈ રહેલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે. વરરાજા અને કન્યા સહિત અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદથી રાજપીપળા જઈ રહેલ જાનૈયાઓને નડિયાદના ટોલ બુથ પાસે કેટલાક લોકોને ઉલટીઓ થવા લાગતા બસ રોકવી પડી હતી. નડિયાદના ટોલ બુથ પાસે બસ રોકી તાત્કાલિક 108ની ટીમો બોલાવવામાં આવી હતી.

food poisoning after eating in wedding bus stop on nadiad kheda highway

રાજ્યમાં અત્યારે લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં અત્યારે ગુજરાતી, ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન સહિત તમામ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે.જો કે નિકોલ અને રાજપીપળાના પરિવાર માટે ખુશીનો આ લગ્ન પ્રસંગ દુઃખમાં ફેરવાઈ ગયો છે. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ રાજપીપળાથી અમદાવાદના નિકોલમાં જાનનું આગમન થયું હતું. રાજપીપળાનો યુવક નિકોલની યુવતી સાથે લગ્ન કરવા અમદાવાદ જાન લઈને આવ્યો હતો. જ્યાં જાનૈયાઓનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. નિકોલના વિશાલા લેન્ડપાર્ક હોટલમાં કન્યા પક્ષ તરફથી વર પક્ષનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. આજકાલ તમામ લગ્ન પ્રસંગમાં જોવા મળે છે તે મુજબ જાનૈયાઓને આગમન વખતે જ્યુસ આપવામાં આવ્યો. અને બાદમાં ડ્રાય સ્નેકસ પણ આપવામાં આવ્યો. તેમજ જમણવારમાં ગાજરના હલવા જેવી મીઠાઈની સાથે અન્ય પકવાનોની લિજ્જત પણ જાનૈયાઓએ માણી હતી.

વિશાલા લેન્ડપાર્ક હોટલમાં યોજાયેલ લગ્ન સમારોહમાં નિકોલના કન્યા પક્ષ અને રાજપીપળાના વરપક્ષ બંને પક્ષના સભ્યોએ ભોજન આરોગ્યું હતું. લગ્ન પ્રસંગની તમામ વિધિ પતાવીને જ્યારે વરપક્ષ પોતાના કુટુંબીજનો સાથે રાજપીપળા પરત ફરતા હતા ત્યારે થોડા સમય બાદ અચાનક વારાફરથી લોકોને ઉલટીઓ થવા લાગી. રાજપીપળા જઈ રહેલ જાનૈયાઓથી ભરેલ બસમાં મોટાભાગના લોકોની તબિયત લથડતા વડોદરાના એક્સપ્રેસ હાઈવે પરના નડિયાદ ટોલ બૂથ પાસે બસ ઉભી રાખવામાં આવી. અને ત્યાં 108 એમ્બ્યુલન્સની મદદથી જાનૈયાઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગંભીર હાલતમાં રહેલ જાનૈયાઓને LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં હોસ્પિટલ સત્તાવાળાઓએ તમામને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાવ્યું. આ ઘટના સામે આવતા વિશાલા લેન્ડ પાર્ક હોટલના સંચાલકો ફરાર થયા છે. જો કે હાલમાં વરરાજ અને કન્યા સહિત તમામ લોકોની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ સત્તાવાળાઓએ માહિતી આપી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ