Technology/ Google પર છવાયા સંકટના વાદળો

Crisis clouds hovering over Google

World
google Google પર છવાયા સંકટના વાદળો

અમેરિકાની સૌથી વિશાળ ટેકનોલોજી કંપની ગૂગલ ફરી એકવાર તેના યુજર્સ પર ગુપ્તનજર રાખવા માટે ચર્ચામાં છે. આ માટે કંપનીને 5 મિલિયન યુએસ ડોલર એટલે કે 36370 કરોડનો દંડ થઈ શકે છે. એક અમેરિકન યુઝરે ગુગલ સામે કેસ દાખલ કર્યો હતો, જેની સુનાવણી યુએસ કોર્ટમાં થઈ હતી.

યુજર્સએ ફરિયાદ કરતા કહ્યું કે જ્યારે પણ યુજર્સ ક્રોમ બ્રાઉઝર પર ખાનગી ‘ઇન્કોગ્રીન્ટો’ મોડનો ઉપયોગ કરે છે, ત્યારે પણ ગૂગલ તેમને ટ્રેક કરે છે અને તેમનો ડેટા એકત્રિત કરે છે. આ કેસની સુનાવણી કરતાં કેલિફોર્નિયા રાજ્યના જિલ્લા ન્યાયાધીશ લ્યુસી કોહે જણાવ્યું હતું કે ગૂગલે યુજર્સથી આ જાણકારી છુપાવી છે કે પ્રાઇવેટ બ્રાઉઝિંગ ‘ઇન્કોગ્રીન્ટો મોડ’ માં પણ યુજર્સનો ડેટા એકત્રિત કરવામાં આવે છે.

જો કે ગૂગલના પ્રવક્તાએ એક ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું હતું કે, “કંપનીને આ મુકદ્દમાના દાવા પર વાંધો છે અને અમે તેની સામે પોતાનો  બચાવ કરીશું.” તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ગુગલનો ‘ઇન્કોગ્રીન્ટો મોડ’ વપરાશકર્તાઓને તેમની પ્રવૃત્તિઓને બ્રાઉઝર પર સાચવ્યા વિના ઇન્ટરનેટ બ્રાઉઝ કરવાનો વિકલ્પ આપે છે. તેમણે કહ્યું, ‘અમે સ્પષ્ટપણે કહ્યું છે કે દરેક વખતે જ્યારે તમે કોઈ નવી છુપી ટેબ ખોલો ત્યારે વેબસાઇટ્સ તમારા બ્રાઉઝિંગ પ્રવૃત્તિ વિશેની માહિતી તમારા સત્ર દરમિયાન એકત્રિત કરી શકે છે.’

મહત્વનું છે કે ગયા વર્ષે જૂન મહિનામાં, યુ.એસ. યુઝરે આ મામલે ગુગલ પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ગૂગલ પાસે ડેટા ટ્રેકિંગનો મોટો વ્યવસાય છે. તેમણે વધુમાં જણાવાયું હતું કે જો વપરાશકર્તા તેમની પ્રવૃત્તિ ગુપ્ત રાખવા માટે ‘ઇન્કોગ્રીન્ટો મોડ’ ઉપયોગ કરે છે, તો પણ કંપની તેમનો ડેટા એકત્રિત કરી શકે છે.