Botad/ રાણપુરના નાગનેશ ગામમાં માવઠાને પગલે શિયાળુ પાકને વ્યાપાક નુકસાન, વળતરની માગ ઉઠી

ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાય ચૂકવવા મદદની કરી માગ

Gujarat Others
રાણપુર માવઠું કમોસમી વરસાદ

મોહસિન પરમાર – પ્રતિનિધિ, રાણપુર

રાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસેલા કમોસમી વરસાદ માવઠાથી જગતના તાત મુકાયા હાલાકીમાં મુકાયા છે. ખેતરોના પાક 24 કલાક વિતવા છતાં હજુ પણ પાણીમાં ગરકાવ છે. કપાસના પાકને નુકસાન સાથે શિયાળુ પાકના તાજા વાવેતર કરાયેલ ઘઉં, જીરૂ, વરિયાળીને પાકને 50 થી 60 ટકા જેટલું મસમોટું જતા જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામના ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાય ચૂકવવા મદદની કરી માગ કરી છે.

રાણપુર તાલુકામાં ગતરોજ તારીખ 26 નવેમ્બરના રોજ સાર્વત્રિક રીતે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ કમોસમી વરસાદ સાથે માવઠું થયું હતું. ચાલું સિઝનમાં તાલુકામાં સૌથી વધુ વાવેતર થતાં કપાસના પાકમાં તો ખેડૂતોને ખૂબ જ નુકસાન વેઠવું પડયું હતું જ્યારે બચ્યો કૂચ્યો કપાસ પણ કમોસમી માવઠાથી બગડી જતા નુકસાન થવા પામ્યું છે.

કપાસનો પાક કાઢી ખેડૂતો દ્વારા કરાયેલ શિયાળુ પાકના વાવેતરમાં જીરૂ, વરિયાળી અને ઘઉંના તાજા વાવેતરમાં હાલ જ પિયત કરી પાણી પાયું હોય ત્યારે આ કમોસમી વરસાદના માવઠાથી ઘઉંનો અને જીરા વરિયાળીનો તાજું વાવેતર કરાયેલ પાક 50 થી 60% ટકા નિષ્ફળ જતાં જગતના તાતની હાલત કફોડી થઈ છે.

ખેતરોના ઉભા પાક 24 કલાક બાદ હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેને લઈ રાણપુર તાલુકાના નાગનેશ ગામના ખેડૂતો દ્વારા સરકાર પાસે કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું વહેલી તકે સર્વે કરવાની માગ સાથે ખેડૂતોને યોગ્ય મહત્તમ સહાય ચૂકવી મદદે આવવા અરજ કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ સુરંગમાં 41 મજૂરો કેવી રીતે ફસાયા? 17 દિવસ પહેલા શું થયું હતું?

આ પણ વાંચોઃ રાજકોટ-જામનગર હાઇવે પર બની Hit And Run ઘટના, ચાલકનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચોઃ ચીનમાં ફેલાયેલ “રહસ્યમયી બિમારી”ને લઈ રાજ્ય સરકાર એલર્ટ, જાણો શું આપ્યા આદેશ


બોટાદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો