Global Trade Show/ ગ્રીન અને રીન્યુએબલ એનર્જી વિશે માહિતગાર થવા યુવાનોમાં જોવા મળી ભારે ઉત્સુકતા

ગાંધીનગર ખાતેના વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ  (GPCB) દ્વારા પ્રદૂષણના વિવિધ પાસાઓને નવી ટેકનોલોજી સાથે કેવી રીતે અંકુશમાં રાખી શકાય એ વિષય પર નાગરિકોને ઉપયોગી થાય તેવું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ડોમ -૮ માં ‘નયા ભારત ઊર્જા વન ભારત’ની મુખ્ય થીમ સાથે ગ્રીન વેન્યુએબલ એનર્જી,  હાઈડ્રોજન પ્લાન્ટના વિવિધ માહિતી સભર સ્ટોલ પ્રદર્શન નિહાળનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 12T143855.043 ગ્રીન અને રીન્યુએબલ એનર્જી વિશે માહિતગાર થવા યુવાનોમાં જોવા મળી ભારે ઉત્સુકતા

Gandhinagar News : ગાંધીનગર ખાતેના વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ  (GPCB) દ્વારા પ્રદૂષણના વિવિધ પાસાઓને નવી ટેકનોલોજી સાથે કેવી રીતે અંકુશમાં રાખી શકાય એ વિષય પર નાગરિકોને ઉપયોગી થાય તેવું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ડોમ -૮ માં ‘નયા ભારત ઊર્જા વન ભારત’ની મુખ્ય થીમ સાથે ગ્રીન વેન્યુએબલ એનર્જી,  હાઈડ્રોજન પ્લાન્ટના વિવિધ માહિતી સભર સ્ટોલ પ્રદર્શન નિહાળનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

WhatsApp Image 2024 01 12 at 1.24.33 PM 1 ગ્રીન અને રીન્યુએબલ એનર્જી વિશે માહિતગાર થવા યુવાનોમાં જોવા મળી ભારે ઉત્સુકતા

ગાંધીનગર ખાતેના વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં પ્રદર્શનની શરૂઆતમાં જ ગ્રીન હાઈડ્રોજન ટ્રક લોકોમાં કુતૂહલતા જગાવતી જોવા મળી છે. જ્યાં મોઢેરા ટાઉન સોલરાઈઝેશન, સોલાર એનર્જી,  બેટરી એનર્જી સિસ્ટમ એન્ડ પીએમ કુસુમ (KUSUM) જેવા વિવિધ વિષયોને આવરીને તેની માહિતી પૂરી પાડવામાં આવી છે.

WhatsApp Image 2024 01 12 at 1.24.33 PM ગ્રીન અને રીન્યુએબલ એનર્જી વિશે માહિતગાર થવા યુવાનોમાં જોવા મળી ભારે ઉત્સુકતા

એનર્જીને પ્રોત્સાહિત કરતું ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA), NLC ઇન્ડિયા લિમિટેડ, રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન, IREDA, SHELL, FCT એનર્જી, GEPIL, સુઝલોન, ગેઇલ વગેરે કંપનીઓના સ્ટોલ દ્વારા એનર્જીના વિવિધ પાસાઓને ખૂબ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પેવેલિયનમાં નાના મોટા 84 સ્ટોલમાં અભ્યાસુ, ઉત્સુક યુવાનો માટે રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી છે.

WhatsApp Image 2024 01 12 at 1.24.34 PM ગ્રીન અને રીન્યુએબલ એનર્જી વિશે માહિતગાર થવા યુવાનોમાં જોવા મળી ભારે ઉત્સુકતા

ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં ખુલ્લુ મોકલવામાં આવેલું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો- ૨૦૨૪ના પ્રદર્શનમાં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રસપ્રદ માહિતી અપાઈ છે. જેમાં ગુજરાતના વિવિધ જંગલો, પ્રાણી અને પક્ષી વૈવિધ્યને સચિત્ર રજૂ કરાયું છે. આ ઉપરાંત ગુજરાતના વન વૈભવને 3D ઈમેજમાં જોવા માટે લોકો ખૂબ રસ ધરાવતા જોવા મળ્યા છે. ફોરેસ્ટના આ સ્ટોલમાં રાયનો (Rhino) સાથે સેલ્ફી આકર્ષણનું કેન્દ્ર બની છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડાએ ભારતમાં વેપાર કરવા તેમજ સંબંધો ઘનિષ્ઠ બનવા પર ભાર મૂક્યો

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ

આ પણ વાંચો: મોદી સરકાર આ તારીખે રજૂ કરી શકે છે બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ