Ahmedabad-CyberFraud/ સાઇબર ગઠિયાઓએ વૃદ્ધ CAને બે કરોડમાં ‘નવડાવ્યા’

અમદાવાદમાં સાઇબર ક્રાઇમનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાઇબર ગઠિયાઓએ માટે અમદાવાદના વયોવૃદ્ધ સીએને લગભગ બે કરોડ રૂપિયામાં ‘નવડાવ્યા’ હતા.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 05 16T104608.099 સાઇબર ગઠિયાઓએ વૃદ્ધ CAને બે કરોડમાં ‘નવડાવ્યા’

અમદાવાદઃ અમદાવાદમાં સાઇબર ક્રાઇમનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાઇબર ગઠિયાઓએ માટે અમદાવાદના વયોવૃદ્ધ સીએને લગભગ બે કરોડ રૂપિયામાં ‘નવડાવ્યા’ હતા. શહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેમ જણાવીને રૂપિયા ભરાવવાનું ચાલુ કર્યુ હતું. પરંતુ પછી રૂપિયા ઉપાડવા જતાં આખી વેબસાઇટ જ ફેક હોવાનું ખબર પડતા તેમણે કેસ નોંધાવ્યો હતો.

વાસણામાં રહેતા 88 વર્ષીય વૃદ્ધ મધુકાંત પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમને ગયા ફેબ્રુઆરીમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારે તેમને શેરબજારમાં રસ હોય તો ગ્રુપમાં જોડાવવા લિંક મોકલી હતી. તેથી મધુકાંતભાઈ ગ્રુપમાં જોડાયા હતા. ગ્રુપમાં શેરના ભાવની અને ખરીદવેચાણની વિગતો આપવામાં આવતી હતી. પહેલા તો તેઓ ટ્રેડિંગ માટે આપવામાં આવતી ટિપ્સના આધારે રોકાણ કરતા હતા. તેના પછી શેરના ભાવના આધારે ખરીદવેચાણ કરતા હતા.

તેની રકમ તેમની વેબસાઇટની આઇડીમાં જોવા મળતી હતી. તેમણે જુદા-જુદા શેરની રકમ ખરીદવા પેટે લગભગ પોણા બે કરોડની રકમ ભરી હતી. સાઇટ પર તેનો નફો 5.52 કરોડ રૂપિયા બતાવતો હતો. તેથી મધુકાંતભાઈએ 1.71 કરોડ રૂપિયા ઉપાડવા રિકવેસ્ટ કરી તો આ રકમ ઉપાડવા તેમા 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે તેમ જણાવાયું હતુ. તેમણે લગભગ પોણા 19 લાખની રકમ ટેક્સ પેટે આપી હતી. આમ છતાં પણ રકમ ઉપડતી ન હતી. તેથી મધુકાંતભાઈને અજુગતુ લાગતા તેમણે તપાસ કરી હતી, તે સમયે તેમને ખબર પડી હતી કે શેરબજારની આખી વેબસાઇટ જ ખોટી હતી. આમ તે સમજી ગયા કે તેમની સાથે લગભગ બે કરોડ રૂપિયાનું સાઇબર ફ્રોડ થયું છે અને તેથી તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી મહિલા પર લાગ્યો કરોડો રૂ.ની છેતરપિંડીનો કેસ, પૂછતાછમાં ખુલી શકે છે અનેક…

આ પણ વાંચો: ગુજરાતના કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન

આ પણ વાંચો: અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન, વેકેશન દરમિયાન કરશે 20 ટ્રીપ, જાણો ટાઈમ ટેબલ