મંતવ્ય વિશેષ/ બિપરજોય વાવાઝોડાએ રોક્યો ચોમાસાનો રસ્તો? આગામી દિવસોમાં સર્જાશે વિનાશ; ઘણા રાજ્યોમાં એલર્ટ

કેરળમાં સામાન્ય રીતે 1 જૂનના રોજ ચોમાસું બેસે છે. હવામાન વિભાગે 4 જૂનનો અંદાજો લગાવ્યો હતો. ચોમાસું તો બેસ્યું નહીં, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય ચોક્કસપણે આપણી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે જોઈએ અહેવાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય ચક્રવાત કેટલું ખતરનાક છે ભારત દેશ માટે…..

Mantavya Exclusive
Untitled 48 બિપરજોય વાવાઝોડાએ રોક્યો ચોમાસાનો રસ્તો? આગામી દિવસોમાં સર્જાશે વિનાશ; ઘણા રાજ્યોમાં એલર્ટ
  • બિપરજોયે કેરળમાં ચોમાસાનો રસ્તો રોક્યો છે?
  • 4 જૂન ગઈ હવે કેરળમાં ચોમાસું ક્યારે બેસશે?
  • આ વખતે દુષ્કાળની સંભાવના છે?
  • ચક્રવાત શું હોય છે, એ કેવી રીતે બને છે?
  • બિપરજોયનું નામ બાંગ્લાદેશે કેમ પાડ્યું?
  •  ચક્રવાતને કેવી રીતે નામ આપવામાં આવે છે?

શું છે ચક્રવાત બિપરજોય અને એ ક્યારે-ક્યાં પસાર થશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે ઈસ્ટ-સેન્ટ્રલ અને નજીકના સાઉથ-ઈસ્ટ અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું. એ 24 કલાક પછી જ ચક્રવાતમાં ફેરવાઈ ગયું. અરબી સમુદ્રમાં વર્ષના પ્રથમ પ્રી-મોન્સૂન તોફાન બિપરજોયને બાંગ્લાદેશે નામ આપ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે બુધવારે સવારે 5.30 કલાકે બિપરજોય ચક્રવાતનું સ્થાન ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 890 કિમી દૂર હતું. એ ઉત્તર તરફ આગળ વધે એવી શક્યતા છે. આગામી 5 દિવસ સુધી લક્ષદ્વીપ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ચોમાસાની ઉત્તરી મર્યાદા છેલ્લા 4 દિવસથી એક જગ્યાએ અટવાયેલી છે. અરબી સમુદ્રમાં પશ્ચિમી પવન સાથે કેરળ તરફ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહેલાં વાદળો હવે સાઇક્લોનિક સર્ક્યુલેશન તરફ ખેંચાયાં છે. આ વાદળો કેરળ તરફ ઘટ્યાં છે. આ જ કારણે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે.

વરિષ્ઠ ક્લાઈમેટ નિષ્ણાત રોક્સી મેથ્યુ કોલ મુજબ ચક્રવાત નિસર્ગ અથવા તાઉતે કરતાં બિપરજોય ભારતીય દરિયાકાંઠાથી ઘણું દૂર છે. અરબી સમુદ્રમાંથી સર્જાયેલા આ વાવાઝોડાની સીધી અસર પશ્ચિમ દરિયાકાંઠે પર નહીં પડે. જોકે પવન અહીં સુધી પહોંચી શકે છે. એ અરબી સમુદ્ર પર બનેલા હોવાથી અને ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, તેથી એ ભારતથી ભેજને દૂર લઈ જઈ શકે છે, જેના કારણે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ શકે છે.

4 જૂનની ડેટ ગઈ, હવે કેરળમાં ચોમાસું ક્યારે બેસશે?

હવામાન વિભાગે અગાઉ કેરળમાં 4 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરી હતી. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈએ કહ્યું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ છે.

એ જ સમયે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કહ્યું હતું કે ચોમાસું 8 અથવા 9 જૂને કેરળ પહોંચી શકે છે. અગાઉ સ્કાયમેટે ચોમાસું 7 જૂન સુધીમાં કેરળમાં પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી.

IMDના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ.રાજેન્દ્ર કુમાર જેનામની અનુસાર, ભલે ચોમાસું કેરળમાં મોડું પહોંચશે, પરંતુ ચિંતા કરવા જેવું કંઈ નથી. તેમણે કહ્યું હતું કે ચોમાસાના આગમનમાં વિલંબનો અર્થ એ નથી કે ઓછો વરસાદ પડશે.

આઝાદી બાદથી અત્યારસુધીમાં માત્ર 6 વખત ચોમાસું એની નિયત તારીખ એટલે કે 1લી જૂને કેરળમાં પહોંચ્યું છે. 11 વખત ચોમાસું 25 મે પહેલાં પહોંચ્યું, જ્યારે 7 જૂન પછી 11 વાર ચોમાસું બેસ્યું. 8 વર્ષમાં સામાન્ય કરતાં 10% વધુ વરસાદ પડ્યો, એમાં 1983નો સમાવેશ થાય છે, જ્યારે ચોમાસું 13 જૂને બેસ્યું હતું, જે 14 વર્ષમાં દુકાળ પડ્યો, એમાં 9 વખત ચોમાસું 1 જૂન પહેલાં બેસ્યું હતું.

સાઇક્લોન શબ્દ ગ્રીક શબ્દ સાઇક્લોસ  પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સાપની કુંડળી. એને આમ એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સમુદ્રમાં વીંટળાયેલા સાપ જેવો દેખાય છે.

ચક્રવાત એ ગોળાકાર તોફાન છે, જે ગરમ સમુદ્ર પર બને છે. જ્યારે આ ચક્રવાત જમીન પર પહોંચે છે ત્યારે એઓ પોતાની સાથે ભારે વરસાદ અને પવન લાવે છે. આ પવન તેમના રસ્તામાં આવતાં વૃક્ષો, વાહનો અને ક્યારેક તો ઘરોને પણ નષ્ટ કરી શકે છે.

ચક્રવાત બનવાની પ્રક્રિયા કંઈક આવી હોય છે…

ગરમ સમુદ્રના પાણી ઉપર ચક્રવાત બને છે. સમુદ્રનું તાપમાન વધે છે ત્યારે એની ઉપરની ગરમ અને ભેજવાળા પવનને કારણે ઉપર ઊઠે છે. એને કારણે એ પવનનો વિસ્તાર ખાલી થઈ જાય છે અને પવનનું પ્રેશર એટલે કે હવાનું દબાણ ઓછું થઈ જાય છે.

આ ખાલી જગ્યા ભરવા માટે આસપાસની ઠંડી હવા ત્યાં પહોંચે છે. આ પછી આ નવો પવન પણ ગરમ અને ભેજવાળો બનીને ઉપરની તરફ વધે છે. આની એક સાઇકલ શરૂ થાય છે, જેના કારણે વાદળો બનવા લાગે છે. પાણીનું બાષ્પીભવન થતાં વધુ વાદળો બનવાનું શરૂ થાય છે. આનાથી એક તોફાન ચક્ર બની જાય છે, જે પૃથ્વીના પરિભ્રમણ સાથે ફરતું રહે છે.

સ્ટોર્મ સિસ્ટમ ઝડપી પરિભ્રમણને કારણે એના કેન્દ્રમાં એક આઇ બને છે. વાવાઝોડાની આંખને એનો સૌથી શાંત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં એર પ્રેશર સૌથી ઓછું હોય છે. આ સ્ટોર્મ સિસ્ટમ પવનની સ્પીડ 62 કિમી/કલાક હોવા ટ્રોપિકલ સ્ટોર્મ કહેવામાં આવે છે. જ્યારે પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે છે ત્યારે આ સ્ટોર્મ સાઇક્લોન બની જાય છે.

ચક્રવાત સામાન્ય રીતે ઠંડા વિસ્તારોમાં બનતા નથી, કારણ કે એને બનવા માટે ગરમ સમુદ્રના પાણીની જરૂર પડે છે. લગભગ દરેક પ્રકારના ચક્રવાતની રચના માટે દરિયાના પાણીની સપાટીનું તાપમાન 25-26 ડીગ્રીની આસપાસ હોવું જરૂરી છે, એથી જ સાઇક્લોનને ટ્રોપિકલ સાઇક્લોન પણ કહેવામાં આવે છે. ટ્રોપિકલ વિસ્તારો સામાન્ય રીતે ગરમ હોય છે, જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ તાપમાન 18 ડીગ્રી કરતાં ઓછું રહેતું નથી.

ચક્રવાતનાં નામ 18મી સદી સુધી કેથલિક સંતોનાં નામ પરથી રાખવામાં આવતાં હતાં. 19મી સદીમાં ચક્રવાતનાં નામ મહિલાઓનાં નામ પરથી રાખવામાં આવ્યાં. 1979થી એમને પુરુષ નામો આપવાનું પણ ચલણ શરૂ થયું.વર્ષ 2000થી વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર ધ એશિયા પેસિફિક (ESCAP)એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વાવાઝોડાને નામ આપવાની પદ્ધતિ શરૂ કરી.

હાલમાં ચક્રવાતને નામ આપવાનું કામ વિશ્વભરના છ વિશેષ હવામાન કેન્દ્ર એટલે કે રીઝનલ સ્પેશિયલાઇઝ્ડ મિટિયોરોલોજિકલ સેન્ટર્સ RSMCS અને પાંચ ચક્રવાત ચેતવણી કેન્દ્રો એટલે કે ટ્રોપિકલ સાઇક્લોન વોર્નિંગ સેન્ટર્સ એટલે TCWCS દ્વારા કરવામાં આવે છે. RSMSC અને TCWCS ચક્રવાત અને વાવાઝોડાં માટે નામકરણ અને ચેતવણી જાહેર કરવામાં ભૂમિકા ભજવે છે.ભારતીય હવામાન વિભાગ (IMD) પણ RSMCSના છ સભ્યમાંનો એક છે, જે ચક્રવાત અને વાવાઝોડા અંગે ચેતવણી જાહેર કરે છે.

IMD હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ક્ષેત્રમાં આવતા ચક્રવાતને નામ આપવાનું કામ કરે છે અને આ ક્ષેત્રના અન્ય 13 દેશોને એલર્ટ કરે છે.2004માં હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવતા ચક્રવાતને નામ આપવા માટે એક ફોર્મ્યુલા પર સંમતી બની હતી. અગાઉ એમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ આઠ દેશ સામેલ હતા, 2018માં એમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને યમનનો પણ સામેલ થયા, આ સંખ્યા 13 થઈ ગઈ.

નામ એટલા માટે આપવામાં આવે છે, જેથી ચક્રવાતને ઓળખવામાં સરળતા રહે. દર વર્ષે ચક્રવાતનાં નામ મૂળાક્ષરોના ક્રમમાં એટલે કે Aથી Z સુધી નક્કી કરવામાં આવે છે. ઓછામાં ઓછા 6 વર્ષ પછી જ નામનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.ચક્રવાતનું નામ કયો દેશ રાખશે એનો નિર્ણય તે દેશના નામ દ્વારા મૂળાક્ષરો પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આગામી ચક્રવાતનું નામ સિતરંગ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે.

હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવતા ચક્રવાતને હુદહુદ, તિતલી, ફેથાઈ, ફાની, વાયુ અને અમ્ફાન જેવાં નામ આપવામાં આવ્યાં છે.દરેક ચક્રવાતનું નામ રાખવામાં આવતું નથી. 65 કિમી/કલાકથી વધુની ઝડપથી વધુના ચક્રવાતને જ નામ આપવું જરૂરી હોય છે.ભારતમાં સૌથી ઝડપી ચક્રવાત 1970માં ભોલા ચક્રવાત હતું. એ માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી ભયંકર ચક્રવાત હતું. તેણે ભારતના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ (ત્યારે પૂર્વ પાકિસ્તાન)માં ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં 3-5 લાખ લોકો માર્યા ગયા હતા.વિશ્વનું સૌથી લાંબું વાવાઝોડું અથવા ચક્રવાત 1979માં ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં બન્યો હતો. એનો વ્યાસ 2200 કિલોમીટર હતો, જે અમેરિકાની સાઈઝ કરતાં લગભગ અડધો છે.

ગરમ અને ભેજવાળો બનીને ઉપરની તરફ વધે છે. આની એક સાઇકલ શરૂ થાય છે, જેના કારણે વાદળો બનવા લાગે છે. પાણીનું બાષ્પીભવન થતાં વધુ વાદળો બનવાનું શરૂ થાય છે. આનાથી એક તોફાન ચક્ર બની જાય છે, જે પૃથ્વીના પરિભ્રમણ સાથે ફરતું રહે છે.સ્ટોર્મ સિસ્ટમ ઝડપી પરિભ્રમણને કારણે એના કેન્દ્રમાં એક આઇ બને છે. વાવાઝોડાની આંખને એનો સૌથી શાંત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં એર પ્રેશર સૌથી ઓછું હોય છે. આ સ્ટોર્મ સિસ્ટમ પવનની સ્પીડ 62 કિમી/કલાક હોવા ટ્રોપિકલ સ્ટોર્મ કહેવામાં આવે છે. જ્યારે પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે છે ત્યારે આ સ્ટોર્મ સાઇક્લોન બની જાય છે.

ચક્રવાત સામાન્ય રીતે ઠંડા વિસ્તારોમાં બનતા નથી, કારણ કે એને બનવા માટે ગરમ સમુદ્રના પાણીની જરૂર પડે છે. લગભગ દરેક પ્રકારના ચક્રવાતની રચના માટે દરિયાના પાણીની સપાટીનું તાપમાન 25-26 ડીગ્રીની આસપાસ હોવું જરૂરી છે, એથી જ સાઇક્લોનને ટ્રોપિકલ સાઇક્લોન પણ કહેવામાં આવે છે. ટ્રોપિકલ વિસ્તારો સામાન્ય રીતે ગરમ હોય છે, જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ તાપમાન 18 ડીગ્રી કરતાં ઓછું રહેતું નથી.  ચક્રવાતનાં નામ 18મી સદી સુધી કેથલિક સંતોનાં નામ પરથી રાખવામાં આવતાં હતાં. 19મી સદીમાં ચક્રવાતનાં નામ મહિલાઓનાં નામ પરથી રાખવામાં આવ્યાં. 1979થી એમને પુરુષ નામો આપવાનું પણ ચલણ શરૂ થયું.

વર્ષ 2000થી વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર ધ એશિયા પેસિફિક (ESCAP)એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વાવાઝોડાને નામ આપવાની પદ્ધતિ શરૂ કરી.

હાલમાં ચક્રવાતને નામ આપવાનું કામ વિશ્વભરના છ વિશેષ હવામાન કેન્દ્ર એટલે કે રીઝનલ સ્પેશિયલાઇઝ્ડ મિટિયોરોલોજિકલ સેન્ટર્સ RSMCS અને પાંચ ચક્રવાત ચેતવણી કેન્દ્રો એટલે કે ટ્રોપિકલ સાઇક્લોન વોર્નિંગ સેન્ટર્સ એટલે TCWCS દ્વારા કરવામાં આવે છે.RSMSC અને TCWCS ચક્રવાત અને વાવાઝોડાં માટે નામકરણ અને ચેતવણી જાહેર કરવામાં ભૂમિકા ભજવે છે.ભારતીય હવામાન વિભાગ (IMD) પણ RSMCSના છ સભ્યમાંનો એક છે, જે ચક્રવાત અને વાવાઝોડા અંગે ચેતવણી જાહેર કરે છે.

IMD હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ક્ષેત્રમાં આવતા ચક્રવાતને નામ આપવાનું કામ કરે છે અને આ ક્ષેત્રના અન્ય 13 દેશોને એલર્ટ કરે છે.2004માં હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવતા ચક્રવાતને નામ આપવા માટે એક ફોર્મ્યુલા પર સંમતી બની હતી. અગાઉ એમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ આઠ દેશ સામેલ હતા, 2018માં એમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને યમનનો પણ સામેલ થયા, આ સંખ્યા 13 થઈ ગઈ.

નામ એટલા માટે આપવામાં આવે છે, જેથી ચક્રવાતને ઓળખવામાં સરળતા રહે. દર વર્ષે ચક્રવાતનાં નામ મૂળાક્ષરોના ક્રમમાં એટલે કે Aથી Z સુધી નક્કી કરવામાં આવે છે. ઓછામાં ઓછા 6 વર્ષ પછી જ નામનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.ચક્રવાતનું નામ કયો દેશ રાખશે એનો નિર્ણય તે દેશના નામ દ્વારા મૂળાક્ષરો પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આગામી ચક્રવાતનું નામ સિતરંગ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે.

હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવતા ચક્રવાતને હુદહુદ, તિતલી, ફેથાઈ, ફાની, વાયુ અને અમ્ફાન જેવાં નામ આપવામાં આવ્યાં છે.દરેક ચક્રવાતનું નામ રાખવામાં આવતું નથી. 65 કિમી/કલાકથી વધુની ઝડપથી વધુના ચક્રવાતને જ નામ આપવું જરૂરી હોય છે.ભારતમાં સૌથી ઝડપી ચક્રવાત 1970માં ભોલા ચક્રવાત હતું. એ માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી ભયંકર ચક્રવાત હતું. તેણે ભારતના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ (ત્યારે પૂર્વ પાકિસ્તાન)માં ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં 3-5 લાખ લોકો માર્યા ગયા હતા.વિશ્વનું સૌથી લાંબું વાવાઝોડું અથવા ચક્રવાત 1979માં ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં બન્યો હતો. એનો વ્યાસ 2200 કિલોમીટર હતો, જે અમેરિકાની સાઈઝ કરતાં લગભગ અડધો છે.

આ પણ વાંચો:છેતરપિંડીનો ભોગ બનેલા 700 ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાથી પરત ફરવું પડે તેવું જોખમ

આ પણ વાંચો:ઈમરાન ખાનની મુસીબત વધી, વકીલની હત્યાના મામલામાં આતંકવાદ વિરોધી એક્ટ હેઠળ કેસ નોંધાયો

આ પણ વાંચો: સસ્તું હોવા છતાં પણ સરકારી કંપનીઓ નહિ ખરીદે ચીની ચીજવસ્તુઓ ! સરકારે બહાર પાડી લીસ્ટ

આ પણ વાંચો:7 વર્ષ પછી, દર ઉનાળામાં આર્કટિક મહાસાગરમાંથી બરફ થઈ જશે ગાયબ, વૈજ્ઞાનિકોએ જણાવ્યું કારણ

આ પણ વાંચો:અમેરિકામાં શૂટઆઉટમાં બેના મોત, પાંચ ઇજાગ્રસ્ત