Not Set/ દમણ ભાજપમાં ડખ્ખો, શહેર ભાજપનાં બે જુથો આવી ગયા સામસામે

દમણ શહેર ભાજપના બે કાર્યકરો વચ્ચે ગાળાગાળી થઈ. દમણ શહેર ભાજપ અધ્યક્ષની ચૂંટણી માટેના નામાંકનની બેઠકમાં ઉપસ્થિત દમણ સાંસદ અને અન્ય આગેવાનોએ બંને કાર્યકરોને સમજાવતા મામલો હાલ તો થાળે પડ્યો છે. પરંતુ ગુજરાત ભાજપમાં નેતાઓ વચ્ચેનાં વિવાદો એનકેન પ્રાકારે સપાટી પર આવી રહ્યા છે, તે હકીકત છે. આ કાર્યકરો વચ્ચે થયેલી બોલાચાલીના કારણે દમણ ભાજપમાં […]

Gujarat Others
daman દમણ ભાજપમાં ડખ્ખો, શહેર ભાજપનાં બે જુથો આવી ગયા સામસામે

દમણ શહેર ભાજપના બે કાર્યકરો વચ્ચે ગાળાગાળી થઈ. દમણ શહેર ભાજપ અધ્યક્ષની ચૂંટણી માટેના નામાંકનની બેઠકમાં ઉપસ્થિત દમણ સાંસદ અને અન્ય આગેવાનોએ બંને કાર્યકરોને સમજાવતા મામલો હાલ તો થાળે પડ્યો છે.

પરંતુ ગુજરાત ભાજપમાં નેતાઓ વચ્ચેનાં વિવાદો એનકેન પ્રાકારે સપાટી પર આવી રહ્યા છે, તે હકીકત છે. આ કાર્યકરો વચ્ચે થયેલી બોલાચાલીના કારણે દમણ ભાજપમાં ચાલી રહેલો વિવાદ સામે આવ્યો હતો. હવે આ મામલે દમણ ભાજપનું રાજકારણ ગરમાય તેવા એંધાણ વર્તાયા છે.

એક તરફ દમણ શહેર ભાજપમાં વિખવાદ સામે આવ્યો છે તો વળી અમદાવાદમાં તો પૂર્વ મેયર દ્વારા જ પોતાનાં પક્ષમાં પોતાનુંં માન ન જડવાતું હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને જાહેરમાં જ કરી દેવામાં આવી હતી. આમ ક્યાંયને ક્યાંય ગુજરાત ભાજપમાં તડા હોવાનું કે તિરાડો વધી રહ્યાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.