National/ ઉત્તરપ્રદેશમાં ખતરનાક Zika Virus જોવા મળ્યો, કાનપુરમાં નોંધાયો પહેલો કેસ

વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે દર્દીને લગતા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને રોગને અટકાવવા જરૂરી પગલાં પણ લેવાયાં.

India
Untitled 449 ઉત્તરપ્રદેશમાં ખતરનાક Zika Virus જોવા મળ્યો, કાનપુરમાં નોંધાયો પહેલો કેસ

કેરળ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ઝીકા વાયરસે દસ્તક દઇ દીધી છે. કાનપુરમાં ઝીકા વાયરસનો એક દર્દી સામે આવ્યો છે. માહિતી મળ્યા બાદ હાલમાં આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે. દર્દી અને તેની નજીકના 22 લોકો તેમજ તેની સારવાર કરતા સ્ટાફને પણ હાલ અલગ રાખવામાં આવ્યાં છે. આ તમામના નમૂનાઓ પણ તપાસ માટે KGMU લખનઉ મોકલવામાં આવ્યાં છે.

આ પણ વાંચો ;t-20 world cup / રાજ્યમાં ભારત-પાક મેચનો ઉત્સાહ, રાષ્ટ્ર ધ્વજના વેચાણમાં થયો વધારો

57 વર્ષીય એમએમ અલી એરફોર્સના કર્મચારી છે. 19 ઓક્ટોબરના રોજ તેને ડેન્ગ્યુ, તાવના લક્ષણો જણાયા બાદ તેઓને સેવન એરફોર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. પરંતુ જ્યારે સ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે તેમના ટેસ્ટ માટે સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજી પુણે ખાતે મોકલવામાં આવ્યાં હતાં. અહીં તપાસ કર્યા બાદ શનિવારે મોડી રાત્રે એવું જાણવા મળ્યું કે દર્દી ઝીકા પોઝિટિવ છે. ઝીકા વાયરસની પુષ્ટિ થયા બાદ દિલ્હીના નિષ્ણાંતોની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. આ સાથે જ દર્દીના સંપર્કમાં આવેલા લોકોના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યાં. હાલમાં, ઝીકા ચેપને રોકવા માટે 10 ટીમોની રચના પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો ;વિવાદ / ભારતના સરહદી વિવાદ વચ્ચે ચીને નવો કાયદો પસાર કર્યો,બોર્ડર પાસેના ગામમાં નાગરિકોને વસાવવાની તૈયારીમાં

. વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે દર્દીને લગતા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને રોગને અટકાવવા જરૂરી પગલાં પણ લેવાયાં. ડીએમએ મ્યુનિસિપલ ટીમને ફોગિંગ અને મચ્છર ભગાડનાર દવાનો છંટકાવ કરવાની પણ સૂચના આપી. તેઓએ જણાવ્યું કે, દર્દીમાં ઝીકાની પુષ્ટિ થઈ છે. ઉત્તરપ્રદેશમાં આ પ્રથમ કેસ છે.