Cricket/ ઈંગ્લેન્ડની મહિલા ખેલાડી સાથે લંડનમાં જોવા મળ્યો સચિનનો પુત્ર

અર્જુન તેંડુલકર થોડા દિવસો પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે, આ દરમિયાન તેની એક તસવીર સામે આવી છે જે ઘણી ચર્ચા થઈ રહી છે. ઈંગ્લેન્ડની મહિલા ટીમની ક્રિકેટર…

Trending Sports
Danielle Wyatt

Danielle Wyatt: ટીમ ઈન્ડિયા હાલના દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે, જ્યાં ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝ રમવાની તૈયારીઓ થઈ રહી છે. ખેલાડીઓ ઉપરાંત અન્ય ઘણા સ્ટાર્સ પણ ઈંગ્લેન્ડ પહોંચ્યા છે, જેમાંથી એક છે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પણ છે.

અર્જુન તેંડુલકર થોડા દિવસો પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે, આ દરમિયાન તેની એક તસવીર સામે આવી છે જે ઘણી ચર્ચા થઈ રહી છે. ઈંગ્લેન્ડની મહિલા ટીમની ક્રિકેટર ડેનિયલ વેઈટે તેના ઈન્સ્ટાગ્રામ પર અર્જુન તેંડુલકરની એક તસવીર શેર કરી છે.

Danielle Wyatt

અર્જુન તેંડુલકર અહીં ડેનિયલ વેઈટ સાથે લંચ માણી રહ્યો છે. ડેનિયલ વેઈટ અને અર્જુન તેંડુલકરે લંડનના સોહો રેસ્ટોરન્ટમાં લંચ કર્યું હતું, જેની તસવીર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અર્જુન અને ડેનિયલ વેઈટ સારા મિત્રો છે, જ્યારે પણ અર્જુન ઈંગ્લેન્ડમાં હોય છે ત્યારે બંને અવારનવાર મળતા હોય છે. આ પહેલા પણ બંનેની તસવીરો સામે આવી ચુકી છે.

અર્જુન તેંડુલકર તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો. મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, જોકે તેને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. ઘણી વખત એવું લાગતું હતું કે તેનું ડેબ્યુ થઈ શકે છે, પરંતુ અર્જુનની રાહ વધતી જ રહી.

બીજી તરફ ડેનિયલ વેઈટની વાત કરીએ તો આ 31 વર્ષની મહિલા ક્રિકેટર ઈંગ્લેન્ડની મોટી સ્ટાર છે. ડેનિયલ વેઈટ ઈંગ્લેન્ડ માટે 93 મેચ રમી છે, જેમાં તેણે લગભગ 1500 રન અને 27 વિકેટો નોંધાવી છે. જ્યારે 124 T20 મેચમાં ડેનિયલના નામે 2 હજાર રન અને 46 વિકેટ છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ડેનિયલ વેઈટ પણ ઈંગ્લેન્ડ-A ટીમનો ભાગ હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સંકટ / જ્યોતિષોનો દાવો – ફડણવીસ બનશે મુખ્યમંત્રી અને શિંદે ડેપ્યુટી CM, પણ ઓગષ્ટ સુધી જોવી પડશે રાહ

આ પણ વાંચો: ભુજ / નાનકડી હર્ષિ સેકન્ડમાં ઓળખી રહી છે દેશનાં નકશા અને બનાવી રહી છે રેકોર્ડ