ગુજરાત/ ભલે ને પાકિસ્તાનથી આવ્યા, પરંતુ તમારી દીકરી એ આજથી અમારી, કહી -રંગેચંગે કરાવ્યા લગ્ન : આ છે ગુજરાતીઓની દરિયાદિલી

સુલ્તાનપુરાથી આવેલી જાનના વધામણાં કરી દીકરી સાથે જાનને વળાવી ગ્રામજનોએ પરીવારના પ્રેમ, લાગણી અને હરખનું દ્રષ્ટાંત આપ્યું છે.

Top Stories Gujarat Others
અફઘાન 2 ભલે ને પાકિસ્તાનથી આવ્યા, પરંતુ તમારી દીકરી એ આજથી અમારી, કહી -રંગેચંગે કરાવ્યા લગ્ન : આ છે ગુજરાતીઓની દરિયાદિલી

દીકરીના લગ્ન એ દરેક પરિવાર માટે એક મોટા ઉત્સવથી  ઓછો નથી. તો દીકરી માટે પણ લગ્નનો દિવસ રાજકુમારીની માફક તૈયાર થઈ સાસરે જવાના શમણા હોય છે. પરંતુ દરેક માબાપ અને દરેક દીકરીના ભાગ્યમાં આવું નથી લખાયેલું હોતું. કયારેક માતાપિતા પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે દીકરીના રંગેચંગે લગ્ન કરાવવા માટે અસમર્થ હોય છે. હાલમાં જ પાકિસ્તાનથી ગુજરાત આવેલા એક પરિવાર  સાથ પણ આવું  બન્યું હતું. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાને કારણે દીકરીના લગ્નમાં મૂંઝવણ અનુભવતો હતો. પરંતુ ગામના આગેવાનોએ સહભાગી બની ગામની જ એ દીકરીને રંગેચંગે પરણાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણાના કુકસ ગામ નજીક રહેતા પાકિસ્તાની પરીવારમાં દીકરીના રૂડા લગ્નનો અવસર સ્થાનિક ગ્રામજનો એ રંગેચંગે કર્યો છે. પાકિસ્તાનથી આવેલા હિન્દૂ પરિવારમાં દીકરીના લગ્ન હતા. અને લગ્ન કરવા આર્થિક સ્થિતિ નહોતી. પરંતું કુકસ ગામના વરિષ્ઠ આગેવાનોને પાકિસ્તાની પરીવારની લગ્નમાં કફોડી સ્થિતિની જાણ થતાં જ, ગ્રામજનો એ પાકિસ્તાની પરીવારની દીકરીને સાસરે વળાવવાની તમામ જવાબદારી ઉપાડી લીધી હતી. આથી આજે કુક્સ ગામે પાકિસ્તાની પરીવારની દીકરાના લગ્ન પરીવાર સાથે ગ્રામજનો એ ઉમળકાભેર કર્યા અને રાધનપુરના સુલ્તાનપુરાથી આવેલી જાનના વધામણાં કરી દીકરી સાથે જાનને વળાવી ગ્રામજનોએ પરીવારના પ્રેમ, ગણી અને હરખનું દ્રષ્ટાંત આપ્યું છે.

  • મહેસાણા જિલ્લાના કુકસ ગામમાં લગ્ન
  • લગ્નનો અવસર સ્થાનિક ગ્રામજનોએ કર્યો
  • પાકિસ્તાનથી આવેલા પરિવારની કરી મદદ
  • ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાનથી આવ્યા હતા
  • પરિવારની આર્થિક સ્થિતિને જોતા કરી મદદ

મહેસાણા જિલ્લાના કુક્સ ગામ નજીક રહેતા પાકિસ્તાની પરીવાર માં દીકરી ના રૂડા લગ્ન નો અવસર સ્થાનિક ગ્રામજનો એ રંગેચંગે કર્યો છે. પાકિસ્તાનથી આવેલા હિન્દૂ પરિવારમાં દીકરીના લગ્ન હતા. અને લગ્ન કરવા આર્થિક સ્થિતિ નહોતી. પરંતુ કુક્સ ગામના વરિષ્ઠ આગેવાનોને પાકિસ્તાની પરીવારની લગ્નમાં કફોડી સ્થિતિ જાણ થતાં જ ગ્રામજનો એ પાકિસ્તાની પરીવારની દીકરીને સાસરે વળામણાની તમામ જવાબદારી ઉપાડી લીધી હતી.
અફઘાનિસ્તાન / તાલિબાનના પ્રતિબંધો વચ્ચે શિક્ષણનો પ્રકાશ ફેલાવી રહેલી આ મહિલા બાળકોને મફતમાં શિક્ષણ આપી રહી છે 

આસ્થા / આ 3 ખરાબ આદતો તમને બનાવી શકે છે કંગાળ, આજે જ છોડો

આસ્થા /મહાશિવરાત્રી પર બની રહ્યા છે આ ગ્રહ સંયોગો, શિવ ઉપાસનાથી મળશે સુખ અને સૌભાગ્ય…