Not Set/ ધારાસભ્યની દિકરીએ દલિત યુવક સાથે કર્યા લગ્ન, દિકરીએ કહ્યુ મારા જ બાપથી અમને જીવનું છે જોખમ

આજકાલ, ઉત્તર પ્રદેશનાં ભાજપનાં ધારાસભ્યની દિકરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ધારાસભ્યની દિકરીએ દલિત યુવકની સાથે લગ્ન કર્યા બાદ પિતાથી જ પોતાના જીવને ખતરો બતાવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી એસએસપીથી પોતાની અને પોતાની પતિની સુરક્ષાની માંગ કરી છે. આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશનાં બરેલી જિલ્લાનો છે. મીડિયા અહેવાલો અનુસાર, બરેલીનાં બિથરી […]

Top Stories India
mla dauhghter ધારાસભ્યની દિકરીએ દલિત યુવક સાથે કર્યા લગ્ન, દિકરીએ કહ્યુ મારા જ બાપથી અમને જીવનું છે જોખમ

આજકાલ, ઉત્તર પ્રદેશનાં ભાજપનાં ધારાસભ્યની દિકરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ધારાસભ્યની દિકરીએ દલિત યુવકની સાથે લગ્ન કર્યા બાદ પિતાથી જ પોતાના જીવને ખતરો બતાવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી એસએસપીથી પોતાની અને પોતાની પતિની સુરક્ષાની માંગ કરી છે. આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશનાં બરેલી જિલ્લાનો છે.

મીડિયા અહેવાલો અનુસાર, બરેલીનાં બિથરી ચૈનપુર એસેમ્બલીનાં ભાજપનાં ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતોલની પુત્રી સાક્ષી મિશ્રા (23વર્ષીય), એક દલિત જાતિનાં અજિતેશ કુમાર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 4 જુલાઈએ પ્રયાગરાજનાં મંદિરમાં હિન્દુ ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવ્યા હતા. જો કે, લગ્ન પછી સાક્ષી અને અજિતેશ ગાયબ થઈ ગયા છે.

mla daughter ધારાસભ્યની દિકરીએ દલિત યુવક સાથે કર્યા લગ્ન, દિકરીએ કહ્યુ મારા જ બાપથી અમને જીવનું છે જોખમ

આ બંન્નેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં, તેઓ બંન્ને ઘરેથી ભાગી ગયા અને પોતાની મરજીથી લગ્ન કરવાના તેમના ઇરાદાને બતાવ્યો. ધારાસભ્યની પુત્રીનું કહેવુ છે કે, તેણે દલિત છોકરા સાથે પરિવારની ઇચ્છા વિના લગ્ન કર્યા છે. જેના કારણે તેના ધારાસભ્ય પિતા અને પરિવાર ગુસ્સામાં છે. સાક્ષીએ એવો આરોપ મૂક્યો છે કે, તેના પિતાનાં મિત્રો અને સાગરીતો સતત તેમનો પીછો કરે છે. વીડિયોમાં, અજિતેશે ઉલ્લેખ કર્યો છે કે, જે હોટેલમાં તેઓ રોકાયા હતા, ત્યા પણ સાક્ષીનાં પિતાનાં સાગરીતો તેમને મારી નાખવા પહોંચી ગયા હતા. તેણે પ્રયાગરાજમાં જે મંદિરમાં લગ્ન કર્યા હતા તેનુ પ્રમાણપત્ર પણ તેણે બતાવ્યુ હતુ.

આ પછી સામે આવેલા એક અન્ય વીડિયોમાં તેણે સાક્ષી અને અજિતેશે ભાજપનાં ધારાસભ્યથી પોતાના જીવને ખતરો બતાવ્યો છે અને બરેલીનાં SSPથી પોતાના રક્ષણની માંગ કરી છે. બંન્ને કહે છે કે, જો તેઓ તેમના હાથે લાગી જશે, તો તેમને મારી નાખવામાં આવશે. જો કે, આ સમગ્ર મામલામાં બરેલીનાં ડીઆઈજીનું કહેવુ છે કે, સાક્ષી અને તેના પતિનો વાયરલ વીડિયોથી આ મામલો સામે આવ્યો છે. જે આધારે બરેલીનાં વરિષ્ઠ પોલીસ ઓફિસરે બંન્નેનાં રક્ષણનાં નિર્દેશ આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન