અમદાવાદ/ સોલામાં લગ્નેતર સંબંધથી જન્મેલી પુત્રીની માતાએ જ કરી હત્યા

સોલામાં લગ્નેતર સંબંધથી જન્મેલી પુત્રીની હત્યા: શહેરના સોલાના ચાણક્યપુરીમાં પુષ્પરાજ સોસાયટી પાસે રહેતી એક માતાએ લગ્નજીવનમાંથી જન્મેલી પુત્રીને માથામાં કોઈ મંદ વસ્તુ વડે મારીને હત્યા કરી હતી.

Gujarat Ahmedabad
સોલામાં લગ્નેતર સંબંધથી
  • લગ્નેતર સંબંધથી જન્મેલી પુત્રીની કરાઇ હત્યા
  • હત્યા કર્યા બાદ મૃતદેહ માળિયામાં સંતાડી દીધો
  • પીએમ રિપોર્ટમાં હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ
  • લગ્નેતર સંબંધથી જન્મેલી પુત્રીની કરાઇ હત્યા

Ahmedabad News: અમદાવાદથી માતૃત્વને કલંકિત કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જ્યા એક માતાએ પોતાની પુત્રીની નિર્મમ હત્યા કરી છે. જણાવીએ કે, શહેરના સોલાના ચાણક્યપુરીમાં પુષ્પરાજ સોસાયટી પાસે રહેતી એક માતાએ લગ્નજીવનમાંથી જન્મેલી પુત્રીને માથામાં કોઈ મંદ વસ્તુ વડે મારીને હત્યા કરી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ તેને બગીચામાં પ્લાસ્ટિકની કોથળીમાં મૃતદેહને ભરીને મુકી હતી અને બાદમાં લોહીના ડાઘાવાળા રૂમની સફાઈ કરવામાં આવી હતી. પુત્રીના મૃતદેહને કચરાના ઢગલામાં નાખીને પોતે પોલીસને બોલાવ્યા બાદ મહિલાએ જન્મ આપ્યા બાદ મૃત બાળકીને કચરાના ઢગલામાં ફેંકી દેવાનું નાટક કર્યું હતું. મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન, જ્યારે તેણીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું, ત્યારે સોલા પોલીસે મહિલાની ધરપકડ કરી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, સોલાના ચાણક્યપુરીના ચેહરનગરની ઓરડીમાં રહેતી અમિતા રમાશંકર ચૌહાણને પ્રદીપ ત્યાગી સાથે લગ્નબાહ્ય સંબંધો હતા. આ સંબંધોને પગલે પોતે ગર્ભવતી થતા બાળકીને જન્મ આપ્યો હતો. પરપુરૂષ સાથેના આડા સબંધોનું પાપ છૂપાવવા માટે અમિતાએ પુત્રીને જન્મ આપ્યા બાદ માથામાં બોથડ પદાર્થ મારીને મારી નાંખી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ અમીતાએ પ્લાસ્ટીક અને કાપડની થેલીમાં વિટાંળીને ઓરડીમાં આવેલા માળીયામાં મૃતદેહ મૂકી દીધો હતો. ત્યારબાદ તા.4ના રોજ મકાનની પાછળ આવેલા કચરાના ઢગલામાં બાળકીનો મૃતદેહ ફેંકી દીધો હતો. ત્યારબાદ પોતે જ પોલીસને ફોન કરી મૃતદેહની જાણ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યું કે, અમિતાએ પ્રદીપ સાથે લગ્ન નથી કર્યા પણ બંને વચ્ચે લગ્નબાહ્ય સબંધો છે. બીજી તરફ પીએમ રિપોર્ટમાં બાળકીને માથામાં બોથડ પદાર્થ મારી ઈજા કરી મારી નાંખવામાં આવી છે. બનાવને પગલે પોલીસે મહિલાને અટક કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટસ્ફોટ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો