IPL/ ડી વિલિયર્સે RCB સાથે ફરી જોડાવવાનાં આપ્યા સંકેત

2017 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર દક્ષિણ આફ્રિકાનાં સ્ટાર ક્રિકેટર એબી ડી વિલિયર્સનું માનવું છે કે આવનારા સમયમાં તે પોતાની ક્રિકેટ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Sports
ડી વિલિયર્સ

2017 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર દક્ષિણ આફ્રિકાનાં સ્ટાર ક્રિકેટર એબી ડી વિલિયર્સનું માનવું છે કે આવનારા સમયમાં તે પોતાની ક્રિકેટ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો – મોટો નિર્ણય / દેશમાં કોરોનાના કેસ વધતા BCCIએ લીધો મોટો નિર્ણય,જાણો સમગ્ર વિગત

એબીડીએ ગયા વર્ષે નવેમ્બરમાં ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી, ત્યારબાદ તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી પણ નહીં રમે, પરંતુ ડી વિલિયર્સે કહ્યું કે આ ટીમ સાથે તેની સફર હજુ પૂરી થઇ નથી. એબી ડી વિલિયર્સે ‘સન્ડે ટાઈમ્સ’ને કહ્યું, ‘મને વિશ્વાસ છે કે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ અને આરસીબીમાં મારા માટે ચોક્કસ ભૂમિકા હશે.’ તેણે કહ્યુ, “મને ભવિષ્ય વિશે ખબર નથી, પરંતુ જ્યારે સમય આવશે ત્યારે જોઈશ.” આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,017 રન બનાવનાર ડી વિલિયર્સનાં નામે વનડેમાં સૌથી ઝડપી અડધી સદી, સદી અને 150 રનનો રેકોર્ડ છે. તેણે RCB માટે 156 મેચમાં 4491 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ભારતીય ક્રિકેટમાં કોરોનાની Entry, ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી સંક્રમિત

તેણે કહ્યું, “આશા છે કે જ્યારે હું ભવિષ્યમાં પાછું વળીને જોઈશ, ત્યારે મને ખુશી થશે કે મેં કેટલાક ખેલાડીઓનાં જીવનમાં મોટો ફેરફાર કર્યો છે,” તેણે કહ્યું. તે મારું ફોકસ છે અને મને ખબર નથી કે તે વ્યવસાયિક રીતે હશે કે અસ્થાયી રૂપે. સમય આવશે ત્યારે જોઈશું. ડી વિલિયર્સે કહ્યું કે, ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે રમવું ખૂબ જ પડકારજનક હતું. તેણે કહ્યું, ‘IPL માટે બે વાર જવું, આટલા બધા ટ્રાવેલ પ્રતિબંધ, કોરોના ટેસ્ટ, ફ્લાઈટ કેન્સલ અથવા મિસ, બાળકોની સ્કૂલનું સંચાલન બધું ખૂબ જ પડકારજનક હતું. તેથી એનર્જી જાળવી રાખવી મુશ્કેલ હતી.