Board Exam/ ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ સુપ્રદ ન કરી શકનારી સ્કૂલો માટે ડેડલાઇન ત્રીજી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ નક્કી કર્યું છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરી શક્યા નથી, તેઓને 3 ફેબ્રુઆરી સુધી રૂબરૂમાં શાળા સત્તાવાળાઓની સહીવાળા ફોર્મ સબમિટ કરવા દેવાનો નિર્ણય કર્યો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 31T120232.509 ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ સુપ્રદ ન કરી શકનારી સ્કૂલો માટે ડેડલાઇન ત્રીજી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ નક્કી કર્યું છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરી શક્યા નથી, તેઓને 3 ફેબ્રુઆરી સુધી રૂબરૂમાં શાળા સત્તાવાળાઓની સહીવાળા ફોર્મ સબમિટ કરવા દેવાનો નિર્ણય કર્યો છે. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓની નોંધણી કરવાનો આ ત્રીજો પ્રયાસ હતો.

ધોરણ 10 માટે, નોંધણી ફી રૂ 1,390 છે, ફીમાં રૂ 1,000 લેટ ફીનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ધોરણ 10 અને 12ના 15.31 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. તેઓએ કહ્યું કે કેટલાક જિલ્લાઓમાંથી ડેટા એકત્ર કરવાનો બાકી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે ફી રૂ. 1,665 છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે તે રૂ. 1,540 છે. આ દર્શાવે છે કે સરકાર છેલ્લી ઘડીએ જાગતી સ્કૂલોને પણ છેક સુધી સમય આપવા માટે પ્રયત્નશીલ છે. આ ઉપરાંત સરકાર વધુને વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં એન્ટ્રી લે તેમ ઇચ્છી રહી છે.  શાળાઓની તકલીફોના લીધે કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આ સિવાય દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી ગાઇડલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કરી હતી અને તેમા સીએમ પોતે પણ જોડાયા હતા. તેમણે દસમા અને બારમાં ધોરણના વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કરવાને અગ્રતા આપવા જણાવ્યું છે. તેઓએ તેમા કોઈ ભાર ન રાખવા તથા પરીક્ષા દ્વારા વધારે અનુભવ સમૃદ્ધ થવા પર ભાર મૂક્યો છે. તેની સાથે તેમણે રાજ્યના શિક્ષણ બોર્ડો, વિભાગો અને સ્કૂલોને વધુને વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં દાખલ થાય અને ફક્ત ટેકનિકલ કારણોસર કોઈ સ્કૂલ કે સ્કૂલનો વિદ્યાર્થી પરીક્ષા આપ્યા વગર રહી ન જાય તે જોવા પણ અપીલ કરી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ