Not Set/ રાજ્ય સરકારના કર્મચારીઓને મળશે 12 મોંઘવારી ભથ્થુ,42 કરોડ રૂપિયાનું પડશે ભારણ

  ગાંધીનગર ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને 12 ટકા જેટલું મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્ણય કર્યો છે. છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને 12 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્યના છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના 19,359 જેટલાં કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઇ 2018થી 6 ટકા તથા 1 જાન્યુઆરીથી […]

Top Stories Gujarat
nitin patel રાજ્ય સરકારના કર્મચારીઓને મળશે 12 મોંઘવારી ભથ્થુ,42 કરોડ રૂપિયાનું પડશે ભારણ

 

ગાંધીનગર

ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને 12 ટકા જેટલું મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્ણય કર્યો છે. છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને 12 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

રાજ્યના છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના 19,359 જેટલાં કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઇ 2018થી 6 ટકા તથા 1 જાન્યુઆરીથી વધુ ટકા મળી કુલ 12 ટકા મોંઘવારી ભથ્થું મળશેં.આ મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ-2019 ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક 41.93 કરોડનું વધારાનું ભારણ પડશે.

હાલ રાજ્ય સરકારના 7742 કર્મચારીઓ અને 11617 પેન્શનરો મળી, અંદાજીત કુલ 19359 કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. છઠ્ઠા પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે 142 % મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે.

ભારત સરકારે પણ તા.1-7-2018 થી વધુ 6 % તથા તા.૦1-1-2019 થી વધુ 6% મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે જે સંદર્ભે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર/પેન્શન મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે.