ગમખ્વાર અકસ્માત/ રાજસ્થાનમાં રામદેવરા દર્શને ગયેલા ગુજરાતના 7 શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

રાજસ્થાનમાં પાલી જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં ટ્રેક્ટર સાથે ટ્રેલર કોઈ કારણસર ધડાકાભેર અથડાયુ હતું આ કરુણાંતિકામાં એક સાથે 7 લોકોને કાળ ભેટી જતાં માર્ગ મરણ ચીસોથી ગુંજ્યો હતો

Top Stories Gujarat
15 3 રાજસ્થાનમાં રામદેવરા દર્શને ગયેલા ગુજરાતના 7 શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

રાજસ્થાનમાં પાલી જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં ટ્રેક્ટર સાથે ટ્રેલર કોઈ કારણસર ધડાકાભેર અથડાયુ હતું આ કરુણાંતિકામાં એક સાથે 7 લોકોને કાળ ભેટી જતાં માર્ગ મરણ ચીસોથી ગુંજ્યો હતો. આ ગંભીર ઘટનામાં મૃતક તમામ લોકો બનાસકાંઠાના વતની હોવાનું સામે  આવતા વતનમાં પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે. રામદેવરા  દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટર-ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે, મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા તમામ લોકો ગુજરાતના છે. દુર્ઘટના શુક્રવારે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશનના વિસ્તાર શિવગંજ-સિરોહી હાઈવે બાઈપાસ પાસે થયો હતો.

ઉલ્લેખનીય છે કે તમામ શ્રદ્ધાળુ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના છે. જેમાંથી મોટાભાગના લોકો દાંતા તાલુકાના કુકડી ગામના હોવાનું સામે આવ્યું છે. આદિવાસી સમાજના લોકો માનતા પૂરી કરવા માટે રામદેવરા જઈ રહ્યાં હતા. હાલ 7 લોકોના મોત નિપજ્યા છે, સુમેરપુર-શિવગંજ ફોરલેન હાઇવે આજે પર બનાસકાંઠાના વતની ટ્રેક્ટર લઈ જન્માષ્ટમી પર્વ નિમિતે  રામદેવરા દર્શન માટે જઇ રહ્યાં હતા. આ વેળાએ ટ્રેક્ટર સાથે ટ્રેલર કાળ બનીને અથડાયુ  હતું જેમાં 7 લોકોના કમકમાંટીભર્યા મોત નિપજ્યાં હતા. ઉપરાંત 25થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.આ  અંગે જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.