દિયોદર/ પીએમ મોદીના બંદોબસ્તમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું મોત

પોલીસ બંદોબસ્ત દરમિયાન ગરમીના કારણે મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાથી સમસ્ત પોલીસ પરિવારમાં દુઃખનું વાતાવરણ છવાઈ ગયું હતું.

Gujarat Others
બંદોબસ્ત

પીએમ નરેન્દ્ર મોદીએ પાલનપુર ખાતે બનાસ ડેરીના નવા સંકુલનું અને બનાસકાંઠા જિલ્લામાં દિયોદર ખાતે બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ છે. ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે મોદીએ આ  ઉદ્ઘાટન  કર્યુ હતું.  જેમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ બંદોબસ્ત દરમિયાન ગરમીના કારણે મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાથી સમસ્ત પોલીસ પરિવારમાં દુઃખનું વાતાવરણ છવાઈ ગયું હતું.

પીએમ મોદી આવે ત્યારે સલામતી સુરક્ષા જોખમાય નહી તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી છે. જ્યારે દહેગામ તાલુકાના હાલીસા ગામની પોલીસ કર્મચારી નિશા બ્રિજેશકુમાર ગુર્જર પણ દેશના વડાપ્રધાનના આગમનને લઇ પહોંચી હતી. આ પોલીસ કર્મચારી નિશા સવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં ગોઠવાઈ હતી. આ ગરમીના દિવસોમાં દિયોદરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે પોલીસ કર્મચારી નિશા બેભાન થઈ ગયા હતાં. જે બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. નિશા ગુર્જરના મૃત્યુથી પોલીસ પરિવારમાં પણ દુઃખની લાગણી છવાઈ હતી.

બનાસ ડેરીના નવા ડેરી પ્લાન્ટની દૈનિક પ્રોસેસિંગ ક્ષમતા પ્રતિ દિન 30 લાખ લિટર દૂધની છે અને તે 50 લાખ લિટર થઈ શકશે. આ ઉપરાંત આ પ્લાન્ટ 80 ટન બટરનું ઉત્પાદન કરશે, 20 ટન કન્ડેન્સ્ડ દૂધનું ઉત્પાદન કરશે. તેની સાથે છ ટન ચોકોલેટનું ઉત્પાદન કરશે.

જ્યારે પોટેટો પ્લાન્ટની દૈનિક પ્રોસેસિંગ એટલે કે પ્રસંસ્કરણ ક્ષમતા પ્રતિ દિન 48 લાખ ટન બટાટાની હશે. તેમા વિવિધ પ્રકારની પ્રોસેસ્ડ પોટેટો પ્રોડક્ટ્સ બનાવવામાં આવશે, તેમા ફ્રેન્ચ ફ્રાઇઝ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસનો સમાવેશ થાય છે. તેમાથી કેટલીક પ્રોડક્ટ્સની તો નિકાસ કરવામાં આવશે.

બનાસ ડેરીના આ મોડેલને ભવિષ્યમાં બીજી ડેરીઓ પણ અનુસરે તેમ માનવામાં આવે છે. તેમા ડેરી પ્રોડક્ટ્સની નિકાસ અને સ્થાનિક વપરાશના મોડેલનો સમાવેશ થાય છે. આ પ્રકારનું બિઝનેસ મોડેલ ડેરીઓની સાથે ખેડૂતોને પણ સદ્ધર બનાવશે તેમ કહેવાય છે. આમ શ્વેતક્રાંતિના મોરચે ગુજરાત સમગ્ર દેશને રાહ ચીંધશે.

બનાસ ડેરી એશિયાની સૌથી મોટી છે. તેણે છેલ્લા બે દાયકામાં ચક્રવૃદ્ધિ દરે વિકાસ સાધ્યો છે. હવે ખેડૂતોના હિતને અગ્રેસર રાખીને ડેરી વધુ વિકાસ સાધી હી છે. આ ડેરી સંકુલ ફક્ત 18 મહિનામાં તૈયાર થયું છે. તેમા સાત દેશોની મશીનરી લગાડવામાં આવી છે. આ ડેરી ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ બનશે.

આ પણ વાંચો: ચૂંટણી જીતવા માટે દિલ્હીમાં રમખાણોનું આયોજન થાય છે: સંજય રાઉત

મંતવ્ય