શ્રદ્ધાંજલિ/ કોરોનાને કારણે ગોધરાના એડિશનલ ડીસ્ટ્રીક જજનું નિંધન

ગુજરાતમાં કોરોનાનો કહેરમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો જ થતો જઈ રહ્યો છે.મોટી સંખ્યામાં રોજના નવા કેસો જેવી રીતે સામને આવી રહ્યા છે તેને જોતાં સરકારના ધબકારા વધતાં જ જઈ રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોને નિયંત્રણમાં લાવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ લોકો કોરોનાના મામલે એટલા સજાગ થયા […]

Gujarat
judge gavel 1461291738X4g કોરોનાને કારણે ગોધરાના એડિશનલ ડીસ્ટ્રીક જજનું નિંધન

ગુજરાતમાં કોરોનાનો કહેરમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો જ થતો જઈ રહ્યો છે.મોટી સંખ્યામાં રોજના નવા કેસો જેવી રીતે સામને આવી રહ્યા છે તેને જોતાં સરકારના ધબકારા વધતાં જ જઈ રહ્યા છે.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોને નિયંત્રણમાં લાવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ લોકો કોરોનાના મામલે એટલા સજાગ થયા નથી જેટલા ખરેખર સજાગ થવાની હાલ જરૂર છે. માટે ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉચક્યું છે.

જો વાત કરવામાં આવે તો આજે ગોધરા શહેરમાંથી સૌથી દુઃખદ સમાચાર સામને આવ્યા છે. જેમાં ગોધરા કોર્ટમાં કાર્યરત એડિશનલ ડીસ્ટ્રીક જજ ઉમંગ વ્યાસનું કોરોનાને કારણે મૃત્યુ નીપજ્યું હતું. થોડા સમય પહેલા જ ઉમંગ વ્યાસ કોરોના પોજીટીવ આવ્યા હતા અને તેમની ગોધરાની હોસ્પ્ટિલમાં સારવાર પણ ચાલી રહી હતી. કોરોનાના બેક્ટેરિયાએ તેમના શરીરને વધારે નુકશાન પહોંચાડતા તેમણે જીવ ગુમાવ્યો હતો.

ડીસ્ટ્રીક જજના ન નિધનના સમાચારથી ગોધરાના તમામ વકિલોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.વકીલોએ સોશિયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા જણાવીને ડીસ્ટ્રીક જજને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.