નિધન/ ચીનમાં પોસ્ટિંગના થોડા સમયમાં જર્મનના રાજદૂત હેકરનું અવસાન

હેકરે 24 ઓગસ્ટના રોજ બેઇજિંગમાં રાજદૂત પદ સંભાળ્યા પહેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના વિદેશ નીતિ સલાહકાર તરીકે કામ કર્યું હતું.

World
JURMAN ચીનમાં પોસ્ટિંગના થોડા સમયમાં જર્મનના રાજદૂત હેકરનું અવસાન

સોમવારે ચીનની વેબસાઈટ પર જર્મન દૂતાવાસે પોસ્ટ કરેલા નિવેદન અનુસાર, ચીનમાં જર્મન રાજદૂત જાન હેકરનું 54 વર્ષની વયે અચાનક અવસાન થયું છે.તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં ભારે દુ:ખદ લાગણી થઇ છે.હેકરે 24 ઓગસ્ટના રોજ બેઇજિંગમાં રાજદૂત પદ સંભાળ્યા પહેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના વિદેશ નીતિ સલાહકાર તરીકે કામ કર્યું હતું.
જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે કહ્યું કે, ચીનમાં જર્મન રાજદૂતના અચાનક મૃત્યુની જાણ થતાં અમે ખૂબ જ દુ :ખી અને આઘાત પામ્યા છીએ. “અમારા હૃદય આ સમયે તેના પરિવાર અને તેના મિત્રો અને સહકર્મીઓ સાથે છે.હેકરે ઓગસ્ટના અંતમાં ચીનમાં 14 મા જર્મન રાજદૂત તરીકે પોતાનું પદ સંભાળ્યું. તેમની નિમણૂક પહેલા, તેમણે વિદેશ નીતિ, સુરક્ષા અને વિકાસ નીતિ વિભાગના નિયામક તરીકે સેવા આપી હતી અને 2017 થી મર્કેલના વિદેશ નીતિ સલાહકાર હતા,.

જર્મના એન્જેલા મર્કલે એક લેખિટ નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઉતકૃષ્ટ અને અતિ કાર્યશીલ ,પ્રમાણીક વ્યક્તિ આપણી વચ્ચે નથી તે્નું મને ખુબ દુ:ખ છે.તેમના પરિવાર તરફ મારી સંવેદના.