લોકાર્પણ/ સોમવારે CM વિજયભાઈ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે તેમના હસ્તે મિયાવાંકી ફોરેસ્ટનું અર્પણ  

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટમાં ૮૩૫૮ ચો.મી. જગ્યામાં જુદા જુદા ૬ બ્લોકમાં કુલ ૨૩૭૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

Top Stories Gujarat
cm rupani pt 1 સોમવારે CM વિજયભાઈ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે તેમના હસ્તે મિયાવાંકી ફોરેસ્ટનું અર્પણ  

સોમવારે તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ ખાતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટનું અર્પણ માન.મુખ્યમંત્રીના  હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટમાં ૮૩૫૮ ચો.મી. જગ્યામાં જુદા જુદા ૬ બ્લોકમાં કુલ ૨૩૭૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

How to Grow a Forest Using The Miyawaki Method In Minimal Space
“મિયાવાંકી ફોરેસ્ટ ”

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના નાગરિકો  વિગેરે માટે  શહેરના  વિકાસ અને સ્થળ સ્થિતી ધ્યાને રાખી પોત પોતાના વિસ્તારોમાં હરવા ફરવા માટે નાના મોટા ૧૫૮ બગીચાઓ, વયશ્ક લોકોને ગોષ્ઠી માટેના “સિનિયર સિટીઝન પાર્ક” “ઓપન એર-જીમ” વોકિંગ ટ્રેક, બાળકોના બાલક્રિડાંગણ,ફિઝીકલ ફિટનેશના સાધનો  વિગેરેની સુવિધાઓ આપવામાં આવે છે. અને શહેરના સમાંતરીત  વિકાસની સાથોસાથ આ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

શહેરનું પર્યાવરણ સુધરે, શહેર રહેવા લાયક બને તે માટે સ્થાનિકે ઉછેર પામતા બહુ વર્ષાયુ અને ઓછા નિભાવ ખર્ચ વાળા  વૃક્ષોનું  જે તે જગ્યાઓને અનુરૂપ વાવેતર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરી અને તેની નિયમિત જાળવણી નિભાવણી કરવામાં આવે છે. આ કામગીરીમાં બહોળા પ્રમાણમાં  જનસહયોગ પણ પ્રાપ્ત થાય છે.

Citizens create South Bombay's first Miyawaki forest | Mumbai news -  Hindustan Times

શહેરમાં તેમજ ભાગોળેના વિસ્તારમાં હરિયાળીનો મહતમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્વિમ વિસ્તારના ન્યારીડેમ-૧,ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકાર તરફ્થી ફાળવવામાં આવેલ અંદાજીત ૧૯-હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનના વિસ્તારમાં  વર્ષ ૨૦૦૬માં પ્રારંભિક તબ્બકે  ઘનિષ્ઠ  વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે.

આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનત જગ્યાના  મહતમ ઉપયોગ” કરી સ્થાનિકેના “ફ્લોરા & ફોન્ના” ના આરક્ષણ અને સવર્ધન-વિસ્તરણ માટે ન્યારી ડેમની આ શુષ્ક અને પથરાળ  જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ  ઉભુ કરવાની પ્રાંરભિક તબ્બકે વર્ષ ૨૦૨૦માં અંદાજીત ૧ એકરની આ કામગીરીમાં જુદીજુદી જાતના વૃક્ષ,શ્રબ ક્ષુપ,લતાઓ વિગેરેની (૧૧૧) જાતના અંદાજીત ૯૫૦૦ પ્લાન્ટ્સના વાવેતર કરી અને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીમાં લોક સહકારના રૂપમાં  “સદ-ભાવના વૃધ્ધાશ્રમ- ટ્રસ્ટ” તરફ્થી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આ વિસ્તારના અંદાજ ૨ એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી જુદી જાતના અંદાજીત ૨૬૦૦૦ વૃક્ષ,શ્રબ,ક્ષુપ,લત્તાઓ વિગેરે પ્રકારના પ્લાન્ટ્સ “મિયાવાકી થીમ“ આધારીત આ ફોરેસ્ટના ભાગે વાવેતર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે.

આ ઉપરાંત રાજકોટ અમદાવાદ- નેશનલ હાઇ -વે 8-B ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, “ગ્રિન બેલ્ટ” હેતુની અંદાજીત ૧૫૩ એકર જમીન રાજ્ય સરકાર તરફ્થી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવણી કરાયેલ આ જગ્યા પૈકીની ૪૭ એકર જમીનમાં “રામવન” વિકસીત કરવામાં આવી રહ્યુ છે.

Miyawaki Forest | Acumen - Knowledge without boundaries

આ કામગીરીનો શુભારંભ તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્યના મુખ્ય મત્રી,  વિજયભાઇ રૂપાણીના  હસ્તે  કરવામાં આવેલ છે.

આ જ્ગ્યાના ભુતલ ખુબજ પથરાળ અને સખત બંધારણના હોય, મહતમ પ્રમાણમાં માટી વિગેરે ઉમેરી ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુલનતા ધરાવતા જુદી જુદી ૨૮ થી ૩૬ વિવિધ જાતના અંદાજીત ૬૦૦૦૦ થી વધુ સંખ્યામાં ઓછા નિભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્ર્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ -પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવી રહ્યુ છે.

આ જગ્યાને વિકાસકિય તબ્બકે “રામવન” નામકરણ આપવાનું નક્કી થતા આ વિસ્તારમાં ભગવાન શ્રી રામના વનવાસ દરમ્યાનના અંદાજીત્ ૧૪ જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરવામાં આવશે. જે માટેની કામગીરી ચાલુ કરાયેલ છે.

આ “અર્બન ફોરેસ્ટ” “રામવન”ના વિસ્તારમાં વોટર –હાર્વેસ્ટીંગની કામગીરી કરવા માટે સ્થાનિકેના જમીનના ઉંડા ભાગો આવરીત કરી બોટીંગની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન છે.

આ વિસ્તારને કાયમી જાળવણી અને વિકાસ  કરવા માટે સ્થાનિકેના કાયમી રીતે વહી જતા “બિન પિવાલાયક પાણી”ના જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ વિકસીત કરાતા “રામવન” ટૂક સમયમાં પ્રજાજોગ ઉપયોગમાં મુકવામાં  આવે તે રીતે કામગીરીઓ ગતિમાં છે.

majboor str 19 સોમવારે CM વિજયભાઈ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે તેમના હસ્તે મિયાવાંકી ફોરેસ્ટનું અર્પણ