ગુજરાત/ જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનાં બેરેકમાં દીપડાએ કર્યો શ્વાનનો શિકાર : જૂઓ CCTV ફૂટેજ

હાલ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનાં બેરેકમાં દીપડો ઘૂસી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Gujarat Others
જૂનાગઢ

જૂનાગઢનાં બિલખા રોડ ઉપર આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે રાત્રિના સમયે દીપડાએ શ્વાનનો શિકાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ  ગરવા ગિરનારની ગોદમાં આવેલું છે. જૂનાગઢ ની ફરતે બોર્ડર પર જંગલ વિસ્તાર છે. જ્યાં જૂનાગઢના બિલખા રોડ ઉપર આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર એ જંગલથી તદ્દન નજીક છે. ત્યાં અવારનવાર દીપડાઓ આવી ચડતા હોય છે એવી જ ઘટના સામે આવે છે. પરંતુ  બે દિવસ પહેલા રાત્રિના સમયે એક દીપડો પોલીસ ટ્રેનિંગ સેન્ટરનાં બેરેકમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં રહેલ શ્વાનનો શિકાર કર્યો હતો. હાલ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનાં બેરેકમાં દીપડો ઘૂસી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

જૂનાગઢ

2.3 1 જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનાં બેરેકમાં દીપડાએ કર્યો શ્વાનનો શિકાર : જૂઓ CCTV ફૂટેજ

2.5 જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનાં બેરેકમાં દીપડાએ કર્યો શ્વાનનો શિકાર : જૂઓ CCTV ફૂટેજ

આ પણ વાંચો : જામનગરનાં બોગસ પત્રકારોને પીળું પત્રકારત્વ કરવાનું પડ્યું ભારે : બ્લેકમેઇલ કરતા પોલીસે પકડ્યા