Not Set/ નિર્ભયા કાંડ-આજેએ બર્બરતા પૂર્ણ કૃત્યના પાંચ વર્ષ પૂર્ણ થયા

આજથી બરાબર પાંચ વર્ષ પહેલાનો એ દિવસ. સ્થળ નવી દિલ્હી કે જ્યાં એક યુવતી પર ચાલુ બસમાં બેરહમ કૃત્ય આચરવામાં આવ્યુ. હા, આ ઘટના છે નિર્ભયા કાંડની. આજે એ બર્બરતા પૂર્ણ કૃત્યને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સંસદ અને દેશભરની વિધાનસભાઓમાં હોબાળો, ચર્ચાઓ, વાદ- વિવાદ થયા હતા. જો કે વાસ્તવિકતા […]

India
nirbhaya 1493977274 નિર્ભયા કાંડ-આજેએ બર્બરતા પૂર્ણ કૃત્યના પાંચ વર્ષ પૂર્ણ થયા

આજથી બરાબર પાંચ વર્ષ પહેલાનો એ દિવસ. સ્થળ નવી દિલ્હી કે જ્યાં એક યુવતી પર ચાલુ બસમાં બેરહમ કૃત્ય આચરવામાં આવ્યુ. હા, આ ઘટના છે નિર્ભયા કાંડની. આજે એ બર્બરતા પૂર્ણ કૃત્યને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સંસદ અને દેશભરની વિધાનસભાઓમાં હોબાળો, ચર્ચાઓ, વાદ- વિવાદ થયા હતા. જો કે વાસ્તવિકતા એ છે કે આ શરમજનક ઘટનાના ૫ વર્ષ બાદ પણ તંત્ર અને સમાજમાં મહિલા સુરક્ષા અને સંવેદનાને લઇ કોઈ જાગૃતિ આવી નથી. સરકારે બળાત્કાર સંબંધી કડકમાં કડક કાયદા લાવવાની વાતો કરી, પણ તે વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ. મહિલાઓ પ્રત્યે જોવાની નજર આજે પણ બદલાઈ નથી. આજે દિલ્હી, હરિયાણા, યુ.પી. , રાજસ્થાન સહીત અનેક રાજ્યોમાં મહિલાઓ પર બળાત્કાર, દહેજ, છેડતીના કેસો વધી રહ્યા છે. કોર્ટોમાં પહેલથી જ કેસોનું ભારણ વધારે છે ત્યારે મહિલાઓને સમયસર ન્યાય પણ મળતો નથી. ઉલ્લેખનીય છે કે ચાલુ બસ માં એક યુવતી પર ૬ નરાધમોએ બતાત્કાર ગુજાર્યો હતો, અને જુલમ ની તમામ હદો પાર કરી દીધી હતી. ત્યારે મંતવ્ય ન્યુઝ તરફથી આ અને આવી અનેક નીર્ભયાને શત શત નમન.