New Delhi News/ નાગરિકો માટે રાહતના સમાચાર! ડુંગળી અને ખાંડના વધતા ભાવોને લઈને દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય.

ડુંગળી અને ખાંડના વધતા ભાવોને લઈને દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ મામલે મનજિંદર સિંહ સિરસાએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. સિરસાએ કહ્યું છે કે તેઓ દિલ્હીના લોકો પર મોંઘવારીનો બોજ પડવા દેશે નહીં.

NATIONAL India Breaking News
onion

New Delhi News: ડુંગળી (Onion)અને ખાંડના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હીના લોકો મોંઘવારીનો બોજ ન અનુભવે તે માટે, દિલ્હી સરકાર નાફેડ (રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ મહાસંઘ)પાસેથી ડુંગળી અને ખાંડ ખરીદીને દિલ્હીમાં વેચશે.

વધતા Onion ના ભાવને લઈ મનજિંદર સિંહ સિરસાનું નિવેદન સામે આવ્યું

આ મામલે મનજિંદર સિંહ સિરસા (Manjinder Singh Sirsa)ના નિવેદન પણ સામે આવ્યું છે. સિરસાએ કહ્યું, “દિલ્હી સરકારે ડુંગળીઅને ખાંડ અંગે હમણાં જ એક બેઠક યોજી છે. અમે નાફેડ પાસેથી ડુંગળી ખરીદીને વેચવાનો નિર્ણય લીધો છે. અમે તેને તે જ દરે વેચીશું જે દરે અમને નાફેડ પાસેથી મળે છે. તેવી જ રીતે, સરકાર ખાંડ અંગે કોઈપણ પ્રકારની સંગ્રહખોરી (Price Control)ને મંજૂરી આપશે નહીં. સરકાર અલગ ટીમો બનાવીને તપાસ પણ કરશે. અમે નાફેડ પાસેથી ખાંડ પણ ખરીદીને વેચીશું. અમે દિલ્હીના લોકો પર મોંઘવારીનો બોજ પડવા દઈશું નહીં.”


આ પણ વાંચો:ડુંગળીના ભાવ વધતાં સરકાર દોડાવશે ‘કાંદા એક્સપ્રેસ’, દિલ્હીમાં રૂ. 65 કિલો

આ પણ વાંચો:ડુંગળીમાં લવિંગ નાખીને માટીમાં દબાવી દો…15 દિવસમાં લવિંગનો છોડ મ્હોરી ઉઠશે..!

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી સિંધિયા કેમ ગજવામાં રાખે છે ડુંગળી? શિવપુરીની જનસભામાં મંત્રીએ જનતાને આપ્યું આશ્ચર્ય