Rajkot News/ રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી જ દુર્ઘટનાઃ ભારે પવનથી કેનોપી તૂટી પડી, સદનસીબે જાનહાનિ નહીં

નવી દિલ્હીના એરપોર્ટ જેવી ઘટના રાજકોટ એરપોર્ટ પર સર્જાતા-સર્જાતા રહી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર છત ધસી પડવાની ઘટનામાં એકનું મોત થયું હતુ. જ્યારે રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસદતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. સદનસીબે ત્યારે કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.

Gujarat Top Stories Rajkot
Beginners guide to 48 2 રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી જ દુર્ઘટનાઃ ભારે પવનથી કેનોપી તૂટી પડી, સદનસીબે જાનહાનિ નહીં

Rajkot News: નવી દિલ્હીના એરપોર્ટ જેવી ઘટના રાજકોટ એરપોર્ટ પર સર્જાતા-સર્જાતા રહી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર છત ધસી પડવાની ઘટનામાં એકનું મોત થયું હતુ. જ્યારે રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસદતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. સદનસીબે ત્યારે કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી કે કોઈને ઇજા થઈ ન હતી. આ જોતાં આગામી સમયમાં દેશના દરેક એરપોર્ટની ફિટનેસ ટેસ્ટ લેવી પડે તેવા દિવસો આવી
શકે છે.

રાજકોટ હીરાસર એરપોર્ટ પર બનેલી ઘટનાને લઈને એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરાએ જણાવ્યું હતું કે વરસાદના લીધે પાણી ભરાવવાથી કેનોપી તૂટી પડી હતી. દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં જાનહાનિ જરા પણ નથી તે સૌથી મોટી આશ્વાસન લેવાલાયક બાબત છે.

ભારે પવન ફૂંકાતા રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના ટળી હતી અને પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી હતી અને ચોમાસાની શરૂઆતમાં માત્ર પવન ફૂંકાતા એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખૂલી જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે  શુક્રવારે વહેલી સવારે IGI એરપોર્ટ પર ટર્મિનલ 1 ના આગળના ભાગમાં ભારે વરસાદે છત્ર નીચે લાવ્યું, જેમાં એક કેબ ડ્રાઇવરનું મૃત્યુ થયું અને આઠ લોકો ઘાયલ થયા.  પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઘટના સમયે લગભગ 100 લોકો ઘટનાસ્થળે હાજર હતા. નીચે આવતા પહેલા કેનોપી નમેલી હતી, જેના કારણે મોટાભાગના લોકો બચી શક્યા હતા.

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે ઘટનાની તપાસ માટે એક ટેકનિકલ કમિટીની રચના કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે જે માળખું તૂટી પડ્યું હતું તે 2008-09માં ઊભું કરવામાં આવ્યું હતું. અલગ-અલગ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોમાં સંતોષ કુમાર યાદવ (28), દશરથ અહિરવાર (25), અરવિંદ (34), સાહિલ સુદાન (27) અને યોગેશ ધવન (44) છે. ઘાયલોમાં એક કેબ ડ્રાઈવર, એરપોર્ટ સ્ટાફ અને એક મુસાફરનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ લોકોએ, તમામ મુસાફરો, દેખીતી રીતે પોલીસને જણાવ્યું કે તેઓને કોઈ ગંભીર ઈજા થઈ નથી. પ્રસ્થાન ગેટ 1 થી 2 સુધી ફેલાયેલી આ કેનોપી સવારે 5 વાગ્યાની આસપાસ તૂટી પડી હતી. ચાર વાહનો, જેમાં એક ટેક્સી ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હતો, તે સ્ટ્રક્ચર દ્વારા કચડાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો