Not Set/ નોઇડા : પ્લે સ્કુલની દીવાલ તૂટી પડતા બે બાળકોના મોત, ૩ ઘાયલ

સોમવારે સવારે નોઇડાની સ્કુલમાં એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં બે બાળકોના મોત થયા છે. Noida: 2 children die after wall of a school collapsed in sector-49 police station limits. CM Yogi Adityanath ordered a probe. He has directed G B Nagar Dist Magistrate to oversee rescue & relief operations & announced that the […]

Top Stories India Trending
noida નોઇડા : પ્લે સ્કુલની દીવાલ તૂટી પડતા બે બાળકોના મોત, ૩ ઘાયલ

સોમવારે સવારે નોઇડાની સ્કુલમાં એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં બે બાળકોના મોત થયા છે.

નોઇડામાં સેક્ટર ૪૯માં આવેલ પ્લે સ્કુલ ન્યુ એકમ પબ્લિક સ્કુલમાં સવારે દીવાલ પડી હતી. પ્લે સ્કુલમાં દીવાલ પડવાને લીધે ૨ બાળકોના મોત થયા છે જયારે ૩ બાળકો ઘાયલ થયા છે.

તો બીજી તરફ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્લે સ્કુલમાં નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. પ્લે સ્કુલમાં પાછળના ભાગમાં માટી ભરવાનું કામ ચાલી રહ્યું હતું.

આ સ્કુલ ભાડાની બિલ્ડીંગમાં ચાલી  રહી હતી.

ઘટનાની જાણ થતા જ ડીએમ બીએન સિંહ, એસએસપી ડો. અજયપાલ શર્મા, એસપી સીટી સુધા સિંહ અને એનડીઆરએફ ટીમ સહિત બીજા અધિકારીઓ સ્થળ પર આવી પહોચ્યા હતા.

એસએસપીના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં ચાર બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ૨ બાળકોના મૃત્યુ થયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.