Not Set/ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 : દિલ્હીમાં યોજાયો મુખ્યમંત્રીનો રોડ-શો અગ્રણી ઉદ્યોગપતિઓ યોજાઈ બેઠક

દિલ્હી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકોને રૂબરૂ મળીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થઈ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાને વધુ વેગ આપવા ઇજન પાઠવ્યું હતું. વાયબ્રન્ટ સમિટ હવે ગ્લોબલ નેટવર્કિંગ પ્લેટફોર્મ અને વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલિટીઝનું વિશ્વ મંચ બની ગઈ છે. ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી આગળ વધી ફીલ ઓફ […]

Top Stories India
IMG 20181116 WA0089 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 : દિલ્હીમાં યોજાયો મુખ્યમંત્રીનો રોડ-શો અગ્રણી ઉદ્યોગપતિઓ યોજાઈ બેઠક

દિલ્હી,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકોને રૂબરૂ મળીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થઈ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાને વધુ વેગ આપવા ઇજન પાઠવ્યું હતું.

વાયબ્રન્ટ સમિટ હવે ગ્લોબલ નેટવર્કિંગ પ્લેટફોર્મ અને વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલિટીઝનું વિશ્વ મંચ બની ગઈ છે. ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી આગળ વધી ફીલ ઓફ ડુઇંગ બિઝનેસનો અનુભવ અહીં રોકાણ કરનારા સૌને કરાવે છે. ડાયનેમિક પોલીસીઝ અને સમર્પિત નેતૃત્વથી ગુજરાતે વિકાસનું નવું મોડેલ દુનિયાને આપ્યું છે. ગુજરાતના આ સર્વગ્રાહી વિકાસથી અન્ય રાજ્યો માટે પણ ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન ટુ વન બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એમ.જી મોટર્સના એમ.ડી રાજીવ છાબડા, ડીસીએમ શ્રીરામના સી.ઈ.ઓ વિક્રમ શ્રીરામ, ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઇસ ચેરમેન રાજનભારતી મિત્તલ, એકમે સોલારના ચેરમેન મનોજ ઉપાધ્યાય, રિન્યુ પાવર વેન્ચરના સી.ઇ.ઓ. સુમન્ત સિન્હા અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહની બેઠકો યોજાઈ હતી.

વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2019 ની પૂર્વ તૈયારી રૂપે નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો. સોમાણી સિરૅમિક્સ લિમિટેડના ચેરમેન અને એમડી શ્રી શ્રીકાંત સોમાણી સાથે મિટિંગ કરી હતી.

શ્રી વિશાલ વાન્ચુ, જીઇ દક્ષિણ એશિયાના પ્રમુખ અને સીઇઓ સાથે મીટિંગ કરી.

શ્રી અજય સિંહ, સ્પાઇસજેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સાથે મીટિંગ કરી.

શ્રી રાજન ભારતી મિત્તલ, ભારતી એન્ટરપ્રાઇઝિસના વાઇસ ચેરમેન સાથે મીટિંગ કરી

એમજી મોટર ઇન્ડિયા પ્રા. લિ .ના પ્રમુખ અને સીઇઓ શ્રી રાજીવ ચબા સાથે મીટિંગ.

શ્રી સુમંત સિંહા, રેન્યુ પાવર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષ અને સીઈઓ સાથે મીટિંગ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્ર સાથે મિટિંગ કરી હતી. રાજકોટ, ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી સહયોગ આપશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે બહોળા પ્રમાણમાં લોકો આવી શકે તે માટે રાજપીપળામાં એરપોર્ટ વિકસાવાશે. ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને, અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિક્સાવીને આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે અનુરૂપ બનાવાશે. રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ માટે 99 વર્ષના લીઝ પર 2500 એકર જમીન માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU થયા છે.

આ અગ્રણી ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સાથે ઓટોમોટિવ સેક્ટર, સોલાર એનર્જી,  સોડા એશ ઉત્પાદન, પીસીપીઆઇઆર, રિજિયનલ એર કનેક્ટિવિટી સહિતના બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની ઉત્સુકતા દર્શાવી ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓ અને ઇન્ડસ્ટ્રિયલ પોલિસિઝની પણ સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતમાં આ અગ્રણી ઉદ્યોગગૃહોના મોટા પ્રમાણમાં રોકાણોને કારણે આર્થિક વિકાસ સહિત રોજગાર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહેશે.

આ બેઠકોની શ્રૃંખલાઓ દરમિયાન મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ. કે. દાસ તેમજ ઉદ્યોગ, પ્રવાસન, ધોલેરા એસઆઈઆર વગેરેના વરિષ્ઠ સચિવો જોડાયા હતાં.