Rajkot Gamezone Tragedy/ રાજકોટ ગેમઝોન પ્રકરણમાં IAS અને IPS અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા માંગ

આનંદ પટેલ અને રાજુ ભાર્ગવ સામે ફરિયાદની માંગણી કરતી અરજી કોર્ટમાં કરવામાં આવી

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2024 05 29T180847.410 રાજકોટ ગેમઝોન પ્રકરણમાં IAS અને IPS અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા માંગ

Rajkot News : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં લોકોના વ્યાપક રોષને પગલે હવે અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગણી કરતી અરજી કરવામાં આવી છે.કોર્ટમાં આ મામલે સાત અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગણી કરાઈ છે. જેમાં પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરનો પણ સમાવેશ થાય છે.રાજકોટના બદલી કરાયેલા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સામે ફરિયાદ નોંધવાની માંગણી કરતી અરજી કરવામાં આવી છે. જેને પગલે આ પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છેઆમ રાજયસેવકો વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદની માંગણી કરતી અરજી કરવામાં આવી છે. અધિકારીઓ વિરૂધ્ધ ફરિયાદ કરવાની માંગણી સાથેની અરજી એડવોકેટ વીનેશ છાયાએ કરી છે. બીજીતરફ કોર્ટે આ ક્રિમીનલ અરજીને ગ્રાહ્ય રાખી છે.

ફરિયાદની દાદ માંગlતી આ અરજીની આગામી સુનાવણી 20 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.આમ હવે આ અધિકારીઓ સામે કોર્ટ શુ કાર્યવાહી કરે છે તેના તરફ સૌની મીટ મંડાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો સહિત 30 વધુ લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. મૃતદેહો એટલી હદે સળગી ગયા છે કે મોટાભાગના મૃતદેહોની ઓળખ હજી સુધી થઈ નથી. ગાંધીનગર એફએસએલમાં મૃતકોના ડીએનએ મેચ કરી તેમની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ ગેમઝોનમાં ફાયસેફ્ટી તથા એનઓસી જેવી જરૂરી પ્રક્રિયા પુરી કરવામાં આવી ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.બીજીતરફ આ અગ્નિકાંડને પગલે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી નાંખવામાં આવી હતી.લોકોમાં આ અધિકારીઓની ફક્ત બદલી કરતા અને તેમની જવાબદારીઓને જોતા તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી ન કરાતા વ્યાપક રોષ ફેલાયેલો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ