ગુજરાત/ અંબાજીના મેળામાં માઇભક્તોને હવે QR કોડ સ્કેનથી સરકારની સંપૂર્ણ વ્યવસ્થાની માહિતી મળી રહેશે

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રીઓ અને માઇભક્તોને ઉપરોક્ત QR કોડ સ્કેન કરવાથી સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓની સંપૂર્ણ માહિતી મળી રહેશે

Top Stories India
1 34 અંબાજીના મેળામાં માઇભક્તોને હવે QR કોડ સ્કેનથી સરકારની સંપૂર્ણ વ્યવસ્થાની માહિતી મળી રહેશે

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રીઓ અને માઇભક્તોને ઉપરોક્ત QR કોડ સ્કેન કરવાથી સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓની સંપૂર્ણ માહિતી મળી રહેશે.સરકારે કરેલી તમામ વ્યવસ્થા હવે માઇભકતો એક જ ક્યુઆર કોડ સ્કેનથી જાણી શકશે આ મહત્વની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર માઁ જગતજનની અંબાનું ધામ જગવિખ્યાત છે. મા અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. આજે સોમવારથી જગતજનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ છે. આજથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો સંઘો સાથે અને પગપાળા માઁ અંબાના દર્શનાર્થે અંબાજી આવશે.

જરાતભરમાંથી 25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવવાની વહીવટી તંત્રને આશા છે. ત્યારે શ્રદ્ધાળુઓને આવકારવા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષિતતા માટે વહીવટી તંત્રે પણ તમામ પ્રકારની પૂરતી તૈયારીઓ કરી લીધી છે. અંબાજી જતા માર્ગો પર પદયાત્રીઓનો પ્રવાહ પણ શરૂ થયો છે અને આ પ્રવાહને લઈને સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબેમય માહોલ પણ જામ્યો છે.