Viral Video/ ગાય-ભેંસને ચરાવવા નિકળ્યા ધર્મેન્દ્ર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

બોલિવૂડનાં જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા ઘણા સમયથી ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે હજી પણ તેમના ચાહકોનાં દિલ ઉપર રાજ કરે છે.

Videos
police attack 63 ગાય-ભેંસને ચરાવવા નિકળ્યા ધર્મેન્દ્ર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

બોલિવૂડનાં જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા ઘણા સમયથી ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે હજી પણ તેમના ચાહકોનાં દિલ ઉપર રાજ કરે છે. ધર્મેન્દ્ર આ દિવસોમાં પોતાના ફાર્મ હાઉસમાં સમય પસાર કરી રહ્યા છે અને તેમના ચાહકોને તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે.

લોકો ધર્મેન્દ્રની પોસ્ટને એટલો પસંદ કરે છે કે તેની પોસ્ટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ધર્મેન્દ્રએ ફાર્મ હાઉસનો તાજેતરમાં જ એક બીજો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગાય-ભેંસ ચરાવતા જોવા મળી રહ્યા છે. તેમનો વીડિયો લોકો ખૂબ જોઇ રહ્યા છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર જોઇ શકાય છે કે, તે ગાય-ભેંસને તે સ્થળે લઈ ગયા છે જ્યાં તેમની મીની કારમાં લીલુ ઘાસ છે. તેમણે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોનાં કેપ્શનમાં, તેમણે લખ્યું છે: “પ્યાર હી પ્યાર મળે છે… બેજાન આ સાથીઓથી… જ્યાં પણ મને સારુ ઘાસ દેખાય છે, હું તેને લઈ જઉં છું…” આ વીડિયો એક મિલિયન કરતા વધુ વખત જોવામાં આવ્યો છે. ચાહકો હંમેશની જેમ આ વીડિયો પર ઘણા બધા પ્રેમ વહાવી રહ્યા છે.

Instagram will load in the frontend.

ધર્મેન્દ્ર પ્રકૃતિને ઘણો પ્રેમ કરે છે અને તેમણે તેનો ઘણી વખત ઉલ્લેખ કર્યો છે. જણાવી દઇએ કે, ધર્મેન્દ્ર તેમનો મોટાભાગનો સમય તેમના ફાર્મહાઉસ પર વિતાવે છે. 84 વર્ષનાં ધર્મેન્દ્ર ખાસ પ્રસંગોએ મુંબઇ જાય છે અને ત્યારબાદ તેમના ફાર્મહાઉસ પરત આવે છે. ધર્મેન્દ્રએ લોકડાઉનનો પૂરો સમય પોતાના ફાર્મહાઉસ પર વિતાવ્યો છે. જો કે, ધર્મેન્દ્રનું આ ફાર્મહાઉસ પણ ખૂબ જ સુંદર છે અને અભિનેતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સમયે-સમયે તેના વીડિયો અને ફોટા શેર કરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો