મોસાળે જમણ છતાંય માગવું પડે/ ખેડુતોને સમાન દરે વીજળીની માંગણી સાથે ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘના ધરણા

100 હોર્સ પાવર વીજ કનેક્શનનુ વાર્ષીક બીલ રૂ.66,500, જ્યારે મીટરમાં વાર્ષીક બીલ રૂ.1,29,000 છે. આમ, ખેડુતોને આપવામાં આવતી વીજળીના દરોમાં સરકારની બેધારી નિતિનો કિસાનસંધ વિરોધ કરે છે.

Mantavya Exclusive
વીજળી

ભારતીય કિસાન સંઘ ખેડુતોને સમાન દરે વીજળી આપવા માટે આંદોલન કરશે. 100 હોર્સ પાવર વીજ કનેક્શનનું વાર્ષીક બીલ રૂ.66,500 આવે છે જ્યારે, મીટર આધારીત વીજ કનેક્શનમાં 100 હોર્સ પાવરનાં વીજ કનેક્શનનું વાર્ષીક બીલ રૂ.1,29,000 આવે છે. સંઘે ખેડુતોને વીજ વીતરણમાં મીટર પ્રથા બંધ કરવાની માંગણી કરી છે.

વીજળી

ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ ગુજરાતની વિશેષ પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. બેઠકમાં કારોબારીના 18 સભ્યો અને 140 કાર્યકરો હાજર રહ્યા હતાં. તેમણે ખેડુતોને અપાતી વીજળીમાં મીટર પ્રથા મરજીયાત અને સમાન દરે વીજળી આપવાની માંગણી કરી હતી. વીજળી મુદ્દે આંદોલન કરવા રણશીંગુ ફુક્યુ હતું. કરોબારીમાં નક્કી કરવામાં આવ્યુ કે આગામી તા.15 જુનના રોજ ગુજરાતના તમામ તાલુકા મથકે આવેદનપત્ર અને ધરણા કરવામાં આવશે. સરકાર દ્વારા સમગ્ર પ્રકરણમાં કોઇ નિરાકરણ નહીં આવે તો તા.4 જુલાઇના રોજ જિલ્લા મથકે ધરણા કરવામાં આવશે.

વીજળી

આ બાબતે મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન ભારતીય કિસા સંઘના પ્રદેશ મહામંત્રી રમેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર હોર્સ પાવર આધારે અને વીજ મીટર આધારે ખેડુતોને વીજળી આપે છે. બન્નેના દરો જુદા-જુદા છે. હોર્સ પાવર આધારે વીજ કનેક્શનમાં 100 હોર્સ પાવર વીજ કનેક્શનનુ વાર્ષીક બીલ રૂ.66,500 આવે છે. જ્યારે મીટર આધારીત વીજ કનેક્શનમાં 100 હોર્સ પાવરના વીજ કનેક્શનનુ વાર્ષીક બીલ રૂ.1,29,000 આવે છે. આમ, ખેડુતોને આપવામાં આવતી વીજળીના દરોમાં સરકારની બેધારી નિતિનો કિસાનસંધ વિરોધ કરે છે. અમે ખેડુતોને એક સમાન દરે વીજળી આપવાની સરકાર સમક્ષ માંગણી કરી છે.

ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ ગુજરાતની વિશેષ પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. ખેડૂતોના હિત માટે ભાજપની ભગિની સંસ્થાએ જ મેદાને ઉતરવું પડ્યું છે અને ભાજપ શાસનમાં ધરણા તેમજ આંદ્દોલન કરવા પડી રહ્યા છે ત્યારે આ બાબત સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. કેટલાક લોકો તો કહી રહ્યા હતા કે મોસાળે જમણ હોય અને મામા પીરસનાર હોય તો ભાણેજને જમવામાં જલસા હોવા જોઈએ જ્યારે ભાજપનું શાસન છે અને તેની જ ભગિની સંસ્થાએ ખેડૂતોના હિત માટે મેદાને કૂદવું પડે એ અનેક સવાલ કરનાર છે. આવી એક ચર્ચા વાયુવેગે પ્રસરી રહી છે. હવે ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ અને કેટલા સમયમાં ખેડૂતોના હિતલક્ષી નિર્ણય કરાશે એ તો સમય જ જણાવશે.

આ પણ વાંચો : કચ્છના નાનારણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકો સાયન્સ સિટીનાં પ્રવાસે : જાણો બાળકોનો અનુભવ