Not Set/ નેટ્સ પર ધોની લગાવી રહ્યો છે તાબડતોડ છક્કા, વિરોધી ટીમ રહે તૈયાર, જુઓ Video

આઈપીએલ 2020 માં તેના નબળા પ્રદર્શનને ભૂલીને, ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) આગામી સીઝનમાં સારી શરૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોય તેવો માહોલ નેટ્સ પર જોવા મળી રહ્યો છે.

Sports
1 81 નેટ્સ પર ધોની લગાવી રહ્યો છે તાબડતોડ છક્કા, વિરોધી ટીમ રહે તૈયાર, જુઓ Video

આઈપીએલ 2020 માં તેના નબળા પ્રદર્શનને ભૂલીને, ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) આગામી સીઝનમાં સારી શરૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોય તેવો માહોલ નેટ્સ પર જોવા મળી રહ્યો છે. આગામી સીઝન પૂર્વે સીએસકેની ટીમ ભારે પરસેવો પાડી રહી છે અને આ કડીમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સીએસકેનાં કેપ્ટન એમ.એસ.ધોની લાંબા હેલિકોપ્ટર શોટ્સ ફટકારતા જોવા મળે છે.

1 82 નેટ્સ પર ધોની લગાવી રહ્યો છે તાબડતોડ છક્કા, વિરોધી ટીમ રહે તૈયાર, જુઓ Video

OMG! / બેટ્સમેન અડધી સદી ન ફટકારી શક્યો તો ફિલ્ડરને જ ઢોર માર મારીને કરી દીધો ઈજાગ્રસ્ત

સીએસકેએ તેના આઈપીએલ અભિયાનની શરૂઆત 10 એપ્રિલે દિલ્હીનાં વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ સાથે કરવાની છે. ગત સિઝનમાં માહીની ટીમ પોઇન્ટ ટેબલ પર સાતમાં સ્થાને રહી હતી. આવી સ્થિતિમાં, દરેકની નજર ધોનીની ટીમ પર રહેશે કે આ ટીમ આ સીઝનમાં કેવું પ્રદર્શન કરે છે. બીજી બાજુ, જો તમે માહીની વાત કરો, તો સીએસકેએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એમએસ ધોની આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યો છે અને બોલને તેના બેટથી મેદાનની બહાર ફેંકી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે.

Instagram will load in the frontend.

Cricket / ફખર જમાને રચ્યો ઈતિહાસ, વિશ્વનાં દિગ્ગજ ખેલાડીઓ પણ નથી કરી શક્યા તે કરી બતાવ્યું

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને ચાહકો ઘણી મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વળી, ચાહકો પણ આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યાં છે. જો કે, સીએસકેની વાત કરીએ તો આ ટીમનું ભવિષ્ય ક્યાંક મહેન્દ્રસિંહ ધોનીનાં બેટનાં ફોર્મ સાથે સંકળાયેલું રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ