Not Set/ ડાયમંડ સીટી સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, મહિલા પર હુમલો કરી તોડ્યા ગાડીના કાચ

ડાયમંડ સીટી તરીકે ઓળખાતું આજે વિકાસના ક્ષેત્રમાં સુરતમાં હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે

Gujarat Surat
A 319 ડાયમંડ સીટી સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, મહિલા પર હુમલો કરી તોડ્યા ગાડીના કાચ

ડાયમંડ સીટી તરીકે ઓળખાતું આજે વિકાસના ક્ષેત્રમાં સુરતમાં હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને સુરતમાં મર્ડર, અપહરણ કે મહિલાઓ પર થતા અત્યારચાર જેવી ઘટનાઓ પણ વધી રહી છે.

આ જ પ્રકારની એક ઘટના સુરતમાં આવેલા સચિવન વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં કેટલાક અસામાજિક તત્વોને જાણે ખાખી વર્ધીનો કોઈ ડર જ ન હોય એમ જ આતંક મચાવતા જાહેરમાં એક મહિલા પર હુમલો કર્યો હતો.  આ સાથે સાથે તેઓએ ગાડીના કાચ પણ તોડી નાખી સરેઆમ ગુંડારાજ જેવી ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો :નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો, આગામી 2 વર્ષ સુધી નહીં રહે પાણીની તંગી

આ સમગ્ર ઘટનાને અંગે મળતી માહિતી મુજબ, અસામાજિક તત્વો દ્વારા અદાવતને કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યાં આ પહેલા શહેરના સચિવન વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે એક મહિલા સાથે ઝગડો થયો હતો અને તેની અદાવત રાખી અસમાજિક તત્વો ત્યાં આવી પહોંચી દારૂના નશામાં આ ધમાલ કરી હતી.

આ પણ વાંચો :વડોદરામાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, એસ્પરજીલોસિસના સામે આવ્યા 3 દર્દીઓ

જો કે ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ અને તંત્ર દ્વાર આ પ્રકારના બેફામ અસમાજિક તત્વો સામે કયા પ્રકારનું વલણ અપનાવવામાં આવે છે.

આ પણ વાંચો :સુરતના કાપોદ્રામાં રીક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ટોળકી ઝડપાઈ

kalmukho str 21 ડાયમંડ સીટી સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, મહિલા પર હુમલો કરી તોડ્યા ગાડીના કાચ