Not Set/ સભ્ય ભાજપની સભ્યતાના લીરા ઉડ્યા, વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ ફોટા મુકાયા

ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાનાં સભ્ય અને શિસ્તવાન પક્ષ ભાજપનાં નેતા દ્વારા અસભ્યતાનો પરચો જાહેર સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર અપાતા રાજકીય બેડામાં હાહાકાર મચી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. જી હા ગુજરાતમાં ભાજપનાં વડોદરા શહેરનાં નેતા દ્વારા વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ ફોટા મૂકવાનો વધુ એક કિસ્સો જાહેરમાં આવ્યો છે. વડોદરામાં ભાજપના એક નેતાએ વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ […]

Gujarat Vadodara
bjp સભ્ય ભાજપની સભ્યતાના લીરા ઉડ્યા, વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ ફોટા મુકાયા

ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાનાં સભ્ય અને શિસ્તવાન પક્ષ ભાજપનાં નેતા દ્વારા અસભ્યતાનો પરચો જાહેર સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર અપાતા રાજકીય બેડામાં હાહાકાર મચી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. જી હા ગુજરાતમાં ભાજપનાં વડોદરા શહેરનાં નેતા દ્વારા વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ ફોટા મૂકવાનો વધુ એક કિસ્સો જાહેરમાં આવ્યો છે.

વડોદરામાં ભાજપના એક નેતાએ વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ પોસ્ટ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ગ્રૃપમાં અશ્લીલ ફોટા આવતાં જ સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા. ભાજપ કાર્યકરની આવી હરકતથી એડમિન પાસે ગ્રૃપ ડિલિટ કરાવી દેવામાં આવ્યું હતું.

વડોદરા શહેર ભાજપના વોટ્સએપ ગ્રૃપમાં ભાજપના જ નેતા એવાં અંબુ પટેલે અશ્લીલ ફોટો શેર કર્યા. આમ તો સભ્ય સમાજની વાતો કરતાં ભાજપ પક્ષમાં આ પ્રકારના અશ્લીલ ફોટા જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ ગ્રૃપમાં ભાજપના મહિલા અગ્રણીઓ પણ એડ હતા.

વડોદરા શહેર ભાજપના વોટ્સએપ ગ્રૃપમાં આવાં ફોટાં જોઈને મહિલા સભ્યો તો અચંબીત થઇ ગયા હતા. જે બાદ આ મામલે હોબાળો મચ્યો અને લોકો ગ્રૃપ લેફ્ટ કરીને જવા માડ્યા હતા. અંતે ભાજપના આ વોટ્સએપ ગ્રૃપને એડમિન દ્વારા ડિલિટ મારી દેવામાં આવ્યું હતું.

ભાજપ નેતા દ્વારા અશ્લીલ ફોટા ગ્રૃપમાં પોસ્ટ કરવાની વાતમાં કોઈ નવી નવાઈ નથી. કારણ કે આ કામ તો અગાઉ પણ  અનેક વખત કરી ચૂકાયું છે. ભાજપ નેતાઓના અશ્લીલ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. ત્યારે વડોદરામાં પણ આ પ્રકારની ઘટના બનતાં ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.