Digitisation/ રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક-ડિજિટલ બનાવાશેઃ સીએમ

વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવા આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ટિજિટલ બનાવાશે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ડિજિટલ ભારત અભિયાન થકી આજે ભારતમાં 40% થી વધુ વ્યવહાર ડિજિટલના માધ્યમથી થઈ રહ્યા છે જે ડિજિટલ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે.

Top Stories Gujarat
Digitisation
  • સીએમના હસ્તે નોંધણી સર નિરીક્ષક કચેરી અંતર્ગત વિવિધ ચાર પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ
  • સ્ટેમ્પ અને નોંધણી કચેરીનો લોગો
  • ન્યુ પેમેન્ટ ગેટ વે- gARVI 2.0નું ICICI bank પેમેન્ટ ગેટ વે સાથે જોડાણ
  • પેપરલેસ કચેરી તરફનું પગલું- દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપે સંગ્રહ
  • બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટી

Digitisation વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવા આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ટિજિટલ બનાવાશે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા Digitisation ડિજિટલ ભારત અભિયાન થકી આજે ભારતમાં 40% થી વધુ વ્યવહાર ડિજિટલના માધ્યમથી થઈ રહ્યા છે જે ડિજિટલ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે. અમેરિકામાં નોકરીઓ જઈ રહી છે જ્યારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં યુવાનોને નોકરીઓ મળી રહે છે આ બદલાવ યોગ્ય અને સક્ષમ નેતૃત્વના પરિણામે આપણે અનુભવી રહ્યા છીએ તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આજે નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અંતર્ગત, સ્ટેમ્પ અને નોંધણી કચેરીનો લોગો, ન્યુ પેમેન્ટ ગેટ વે- gARVI 2.0નું ICICI bank પેમેન્ટ ગેટ વે સાથે ઇન્ટીગ્રેશન, પેપરલેસ કચેરી તરફનું પગલું- દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપે સંગ્રહ અને બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રીએ રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી આવેલા કર્મીઓ સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અને તેમના કર્મીઓ સાથે રૂબરૂ મળવાના હેતુથી આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે જેના થકી સરકારની કામગીરી વધુ સરળ રીતે લોકો સુધી પહોંચાડી શકાશે. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આપણા સૌની કામ કરવાની ક્ષમતામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે અને નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.

આ ચાર નવીન પ્રકલ્પોના લોકાર્પણથી રાજ્યભરની રજિસ્ટ્રાર-સ્ટેમ્પ કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીમાં વધુ ઝડપ- સરળતા, અવિરત ઇન્ટરનેટની સુવિધા, પારદર્શકતા તેમજ પેમેન્ટ રિફંડ કરવામાં પણ વધુ ઝડપ આવશે. આ સંદર્ભે વધુને વધુ પરિણામલક્ષી કામ થાય તે માટે આપણે સૌએ વધુ હકારાત્મક અભિગમ રાખીને લોકોની સેવા કરવી પડશે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ આ નવીન સેવાઓ શરૂ કરવા બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ પ્રસંગે નોંધણી વિભાગની કામગીરી તેમજ લક્ષ્યાંક રજૂ કરતું ‘ડિજિટલ ગુજરાત’ પુસ્તકનું વિમોચન તેમજ gARVI 2.0 અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ કહ્યું હતું કે રાજ્ય સરકારના ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના અભિગમ સાથે આ નવીન પ્રકલ્પોના અમલથી રાજ્યભરની 287 સબ રજિસ્ટ્રાર કચેરીઓ અને 31 સ્ટેમ્પ કચેરીઓમાં અનેકવિધ નવી સુવિધા ઉપલબ્ધ થશે. જેના પરિણામે કામ કરવામાં ખૂબ મોટો ફેરફાર થશે અને નાગરિકોને વધુ ઝડપી અને પારદર્શક સુવિધાઓ આપી શકાશે. આ પ્રકલ્પોના અમલથી  કર્મયોગીઓ લેટેસ્ટ પરિપત્રો, નવા નિયમો, તાલીમ અને ટેકનોલોજીથી અવગત પણ થશે.

નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ શ્રી જેનુ દેવને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપીને નવીન પ્રકલ્પોથી સૌને અવગત કર્યા હતા. આ નવીન પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, NICના અધિકારીઓ,ICICI બેંકના તેમજ રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ કચેરીના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો, આગામી 100 દિવસમાં નવી પરીક્ષા યોજાશેઃબોર્ડ

 લખનઉ એરપોર્ટ પરથી ઉડાન ભરતા જ વિમાન સાથે અથડાયું પક્ષી, 180 મુસાફરોનો આબાદ બચાવ

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર ઘાતક હુમલો, પોલીસ અધિકારીએ તેમને છાતીમાં મારી ગોળી: સ્થિતિ ગંભીર