કાર્યવાહી/ ગોધરામાં જર્જરિત ઇમારત તોડી પડાઈ, અનેક વાર પ્રશાસન દ્વારા અપાઈ હતી નોટિસ

@મોહસીન દાલ , પંચમહાલ  ગોધરા નગર પાલિકા તંત્ર દ્વારા જૂની અને જર્જરિત ઇમારતો તોડી પાડવા માટે અગાઉ નોટીસો આપવામાં આવી હતી પરંતુ આ મકાન માલિકો દ્વારા આ નોટીસોની અવગણના કરવામાં આવતા આજે ગોધરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ આશરે ૭૦ વર્ષ કરતા જૂની ઇમારતને તોડવા માટે પાલિકા તંત્ર અને પોલીસ કાફલા સાથે આ ઈમારતને તોડી પાડવાની […]

Gujarat
IMG 20210701 WA0138 ગોધરામાં જર્જરિત ઇમારત તોડી પડાઈ, અનેક વાર પ્રશાસન દ્વારા અપાઈ હતી નોટિસ

@મોહસીન દાલ , પંચમહાલ 

ગોધરા નગર પાલિકા તંત્ર દ્વારા જૂની અને જર્જરિત ઇમારતો તોડી પાડવા માટે અગાઉ નોટીસો આપવામાં આવી હતી પરંતુ આ મકાન માલિકો દ્વારા આ નોટીસોની અવગણના કરવામાં આવતા આજે ગોધરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ આશરે ૭૦ વર્ષ કરતા જૂની ઇમારતને તોડવા માટે પાલિકા તંત્ર અને પોલીસ કાફલા સાથે આ ઈમારતને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી

ગોધરા નગર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ જર્જરિત અને ભય જનક ઇમારતોને સત્વરે ખાલી કરી નાશ કરવા માટે અવાર નવાર નોટીસો ફટકારવામાં આવતી હોવા છતાં આવી જર્જરિત ઇમારતને ખાલી કરવામાં કે નાશ કરવામાં ન આવતા પાલિકા તંત્ર દ્વારા આજથી ત્રણ દિવસ પહેલા આખરી નોટીસો આપી ને ત્રણ દિવસમાં આ ઈમારતો ઉતારી લેવાની છેલ્લી નોટીસો આપવામાં આવેલ હતી.

તેમ છતાં આ નોટીસોની અવગણના કરતાં આજે વહેલી સવારથી જ આવી જર્જરિત ઇમારતોને જે.સી.બી.ની મદદથી તોડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી ત્યારે પાલિકા તંત્રના અધિકારો અને કર્મચારીઓ, એમજીવીસીએલ ના કર્મચારીઓ અને પોલીસ તંત્રના અધિકારી કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર હાજર રહીને ગોધરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ૭૦ વર્ષ ઉપરાંત જૂની અને જર્જરિત ઇમારતને તોડી પાડવામાં આવી હતી