D2M Broadcasting Technology/ નવા વર્ષમાં સરકારની ભેટ, તમે ઇન્ટરનેટ વિના મોબાઇલ પર જોઈ શકશો વીડિયો 

D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી અંગે સરકારે કહ્યું છે કે તે આવતા વર્ષે દરેક માટે ઉપલબ્ધ કરવામાં આવશે. D2M ટેક્નોલોજીની મદદથી વિડિયો અને અન્ય મલ્ટીમીડિયા કન્ટેન્ટ ઇન્ટરનેટ વગર મોબાઈલ પર જોઈ શકાય છે.

Tech & Auto
D2M

જો તમે પણ ઘણા સમયથી ઇન્ટરનેટ વગર મોબાઈલ પર વીડિયો જોવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે. ડાયરેક્ટ ટુ મોબાઈલ (D2M)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી અંગે સરકારે કહ્યું છે કે તે આવતા વર્ષે દરેક માટે ઉપલબ્ધ કરવામાં આવશે. D2M ટેક્નોલોજીની મદદથી વિડિયો અને અન્ય મલ્ટીમીડિયા કન્ટેન્ટ ઇન્ટરનેટ વગર મોબાઈલ પર જોઈ શકાય છે.

એક રિપોર્ટ અનુસાર, ઘણા શહેરોમાં D2M ટ્રાયલ ચાલી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ના સેક્રેટરી અભય કરંદીકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારે D2Mને સંપૂર્ણ રીતે લોન્ચ કરતા પહેલા ઘણા શહેરોમાં ટ્રાયલ કરવું પડશે.

D2M શું છે અને તેના ફાયદા શું છે?

D2M એ ડાયરેક્ટ ટુ મોબાઈલ બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી છે જેને ઈન્ટરનેટની જરૂર નથી. D2M ની મદદથી, તમે ઇન્ટરનેટ વગર તમારા સ્માર્ટફોન પર વીડિયો જોઈ શકો છો. તે ડાયરેક્ટ ટુ હોમ (DTH) જેવું છે. તેનો મોટો ફાયદો એ થશે કે તે વિસ્તારોના યુઝર્સ OTT એપ્સ પર પણ વીડિયો જોઈ શકશે જ્યાં ઈન્ટરનેટની સુવિધા નથી.

D2M દેશના દરેક ખૂણે પહોંચશે. D2M રિલીઝ થયા પછી, ઓછામાં ઓછા વીડિયો જોવા માટે હાઈ-સ્પીડ ઈન્ટરનેટની જરૂરિયાત ખતમ થઈ જશે, પરંતુ તેની સાથે એક મોટી સમસ્યા એ છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ ફોનમાં તેને સપોર્ટ કરવામાં આવશે નહીં.

D2M લોન્ચ થયા બાદ D2M સપોર્ટ સાથે નવા ફોન પણ લોન્ચ કરવામાં આવશે. D2M સપોર્ટ માટે, તમામ મોબાઇલ બ્રાન્ડ્સે તેમના ફોનમાં D2M એન્ટેના આપવાનું રહેશે જે DTH માટે સેટઅપ બોક્સની જેમ કામ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા

આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ

આ પણ વાંચો:stray cattle/ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત